ગૌરી લંકેશ હત્યા : બેંગ્લુરૂ વિરોધ પ્રદર્શનમાં યેચુરી,મેઘા પાટકર અને સાઈનાથ જોડાયા

(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૨
વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની ઠંડા કલેજે હત્યાના વિરોધમાં ગઈકાલે દેશભરમાંથી રાજકારણીઓ, કાર્યકરો, પત્રકારો અને વિવિધ સંગઠનોએ મહારેલી યોજી હતી.
તમામ પ્રદર્શનકારો શહેરના રેલવે સ્ટેશન પર એકત્રિત થયા હતા. આ રેલીમાં સીપીઆઈ (એમ) , કર્ણાટક જનશક્તિ, અને આમ આદમી પાર્ટી, અને અનેક વિદ્યાર્થીઓના સંગઠનોએ રેલીમાં ભાગ લીધો હતો.
૫૫ વર્ષીય કન્નડ એડિટર ગૌરી લંકેશની તેના ઘરની બહાર અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. રેલીમાં વિરોધના ગીતો ગાવામાં આવ્યા હતા.તેમજ ‘ગૌરી લંકેશ અમર રહો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લંકેશના હત્યારાઓની ધરપકડ કરવાની માગ કરી હતી. પ્રદર્શનકારોએ કાળીપટ્ટી માથા પર બાંધીને રેલવે સ્ટેશનથી સેન્ટ્રલ કોલેજના મેદાન સુધી રેલી યોજી હતી.બાદમાં ંમેદાનમાં સભા યોજવામાં આવી હતી. આ સભામાં સીપીઆઈએમના જનરલ સેક્રેટરી સિતારામ યેચુરી, સામાજિક કાર્યકર મેઘા પાટકર, પત્રકાર પી.સાઈનાથ, અને સાગરીકા ઘોષ, સ્વરાજ ઈન્ડિયાના નેતાઓ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ, ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર આનંદ પટવર્ધન અને રાકેશ શર્મા, કાર્યકર તિસ્તા સેતલવાડ, કવિથા ક્રિષ્નન,અને જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૫૦ હજાર લોકો એકત્રિત થયા હતા. આ રેલી ગૌરી લંકેશ હત્યા વિરોધી વેદીક સંગઠન દ્વારા યોજવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks