ગૌરી લંકેશની હત્યાના વિરોધમાં ભારતભરના પત્રકારો, કાર્યકરો દ્વારા દેખાવો

વિરોધ પ્રદર્શનોની તસવીરી ઝલક

બેંગ્લુરૂમાં ગૌરી લંકેશની તસવીર સાથે દેખાવો કરી રહેલી મહિલા.

બેંગ્લુરૂમાં ટાઉનહોલ ખાતે પોસ્ટરો સાથે દેખાવો.

કેરળમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનની રેલી.

મેંગ્લુરૂમાં પત્રકારોના સંગઠન દ્વારા પણ દેખાવો.

મેંગ્લુરૂમાં લોકો રેલી દરમ્યાન સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

દિલ્હીમાં પ્રેસ કલબ ઓફ ઈન્ડિયા ખાતે પત્રકારો અને કાર્યકરો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું.

 

 

(એજન્સી) બેંગ્લુરૂ, તા.૬
મંગળવારના રોજ વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની ઠંડા કલેજે કરવામાં આવેલ હત્યાના વિરોધમાં બેંગ્લુરૂમાં મીડિયા કર્મીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. તેમજ પોસ્ટર્સ મારફતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગૌરી લંકેશના ઘરની બહાર જ તેની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રત્યે તમામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પત્રકારોએ પ્રેસ ક્લબથી વિધાનાસૌધા સુધી રેલી યોજી હતી. તેમજ મુખ્યમંત્રી સિદ્ધારમેૈયાને આ મામલે તાત્કાલિક પગલાં લઈ ગુનેગારોને આકરી સજા કરવા અંગેનંુ આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, તેઓ દૃઢપણે માને છે કે, લોકશાહીતંત્રના ભાગલાવાદી તત્વો આ પ્રકારની ઘટનાઓ સર્જી મીડિયાનો અવાજ દબાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રેસ ક્લબના બેંગ્લુરૂ અધ્યક્ષ સદાશિવે આ ઘટનાને વખોડી કાઢતાં કહ્યું હતું કે, ગૌરી લંકેશ સાથે અત્યંત નીકટતા હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મારી પાસે શબ્દો નથી. આ હત્યા દ્વારા ભાગલાવાદી તત્ત્વો ઉદારવાદીઓના અવાજને દબાવી શકશે નહીં. તેમજ આ મામલે ઝડપી તપાસ હાથ ધરવા સરકાર પર દબાણ કરવા માટે પ્રેસ ક્લબ ઓફ બેંગ્લુરૂ એક સમિતિની રચના કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks