JNUમાં વિદ્યાર્થીઓ પર થયો હુમલો તો ગૌતમ ગંભીરને આવ્યો ગુસ્સો

ટિ્‌વટ કર્યું : આ ગુંડાઓને સખ્ત સજા થવી જોઈએ
(એજન્સી) તા.૬
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં લાકડીઓથી સજ્જ બુકાનીધારી લોકો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલા પર પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરનો ગુસ્સો સામે આવ્યો છે. ગંભીરે ઘટનાની ટીકા કરતા ટિ્‌વટ કર્યું છે અને કહ્યું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની હિંસા દેશના મૂલ્યો વિરૂદ્ધ છે. આ ગુંડાઓને સખ્ત સજા થવી જોઈએ.
ગૌતમ ગંભીરે પોતાના ટિ્‌વટ પર લખ્યું, યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની હિંસા પૂરી રીતે આ દેશના મૂલ્યો વિરૂદ્ધ છે. કોઈ ફરક નથી પડતો કે શું વિચારધારા કે તમારૂં વલણ કઈ તરફ છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની હિંસા કરી શકાય નહીં. આ ગુંડાઓને સખ્ત સજા આપવી જોઈએ. જેમણે યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાનું સાહસ કર્યું છે.
રવિવારે સાંજે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી અજ્ઞાત લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો. જેમાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ આઈશી ઘોષ અને મહાસચિવ સહિત ર૦ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના પછી યુનિવર્સિટી સંચાલકો પરિસરમાં પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે પરિસરમાં ફ્લેગ માર્ચ પણ કરી તમામ ઈજાગ્રસ્તોને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks