Sports

હું પોતે તમને મનોચિકિત્સક પાસે લઈ જઈશ : ગંભીરનો આફ્રિદીને જવાબ

નવી દિલ્હી, તા.૪
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અને પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદી એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ગેમ ચેન્જર’ને લઈ સતત વિવાદોમાં ઘેરાયેલો છે. આફ્રિદી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પર પોતાની કોમેન્ટસને લઈ ચર્ચામાં છે. આફ્રિદીએ ગંભીરના વ્યવહારને લઈ સવાલ ઉઠાવ્યા છે. ગંભીરે પણ આફ્રિદીને સણસણતો જવાબ આપવામાં વિલંબ કર્યો નથી અને પાકિસ્તાનના પૂર્વ કપ્તાનને મનોચિકિત્સક પાસે લઈ જવાની ઓફર આપી છે. આ પહેલા આફ્રિદી પોતાની ઉંમરના મામલામાં પણ ચર્ચામાં આવ્યો હતો. પોતાની આ ઓટોબાયોગ્રાફીમાં ગંભીરની પણ ટીકા કરી છે. વર્ષ ર૦૧૧ના વર્લ્ડકપમાં આફ્રિદી અને ગંભીર પોતપોતાના દેશ માટે એક સાથે રમ્યા હતા બંને વચ્ચે મેદાનમાં જીભાજોડી અનેકવાર જોવા મળી હતી. આફ્રિદીએ કહ્યું કે ગંભીરનો વ્યવહાર ઠીક ન હતો અને તેમાં એટિટ્યૂડની સમસ્યા હતી. આફ્રિદીએ લખ્યું છે કે તે એવો વ્યવહાર કરે છે. જાણે કે તે ડ્રોન બેટસમેન અને જેમ્સ બોન્ડ જેવી કાબેલિયન રાખે છે. અને તેનું વલણ પણ સારૂં નથી અને ના તો તેના કોઈ મહાન રેકોર્ડ છે. તેના જેવા માણસને કરાચીમાં અડિયલ કહે છે. આફ્રિદીને જવાબ આપતા ગંભીરે કહ્યું કે આફ્રિદી તમે એક વિચિત્ર માણસ છો પણ કોઈ વાત નહીં. અમે હજી પણ પાકિસ્તાનીઓને મેડિકલ ટૂરીઝમના વીઝા આપી રહ્યા છીએ. હું તમને પોતે મનોચિકિત્સક પાસે લઈ જઈશ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.