કોડીનાર, તા. રપ
તાલાબા તાલુકાના અકોલવાડી નજીક આવેલ જીવંત્રી ગામે ચાર શખ્સોએ ગાયની કતલ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે કાળુભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અને હેડ કોન્સ. વિરાભાઈ ગઢવી અને દિપકભાઈ વિજયભાઈને જીવંત્રી ગામના આગેવાન લોકોએ ખાનગી રાહે બાતમી આપી ગામના મહમદ હુસેન કાસમે રખડતી ગાયની કત્લ કરી બાતમી મળતા બાતમીના આધારે જીવંત્રી ગામે મહમદ હુસેન કાસમભાઈના પડતર મકાનમાં તપાસ કરતા મકાનમાંથી ગાયના અવશેષો મળી આવતા આ અંગે મહમદ હુસેનને આકરી પૂછપરછ કરતા ગત તા. ર૩/૬/૧૮ રાત્રીના ગાયને બાંધી સલાઉદ્દીન ઉર્ફે ઉકા ફકીરા રહે. પાણીકોઠા, રેનુ ઉર્ફે ખોલુ જુસબ રહે. જૂનાગઢ અને અલીબસીર બોદા રહે. જંબુસર સાથે મળી ગાયને કત્લ કરી ગાયનું માંસ મટન ઉકાભાઈ ફકીરાના ઘરે લગ્નપ્રસંગમાં રાંધીને ખાઈ ગયાનું જણાવતા સ્થળ ઉપર સઘન તપાસ કરી તાલાબા પશુ ડોક્ટરને બોલાવી પી.એમ. કરાવતા આ અવશેષો ગાયના જ હોવાનું જણાતા હેડ કોન્સ. વિરાભાઈ ગઢવીએ મહમદ હુસેન કાસમ, સલાઉદ્દીન ફકીરા અને અલીમહમદ બસીરને પકડી પાડ્યા હતા. જ્યારે રેનુ ઉર્ફે ખોલ જુસબ ફરાર થઈ ગયેલ હોય તેને પકડી પાડવા ચક્રોગતીમાન કરી પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.