National

યુપી : ગાયને કતલખાને લઈ જવાતી હોવાની પોલીસને બાતમી આપનારની હત્યા

(એજન્સી) રામપુર, તા.૧૪
યુપીના રામપુરમાં પર વર્ષના એક વ્યક્તિને ગાયને કતલખાને વેચી દેવાની પોલીસને માહિતી આપવાના આરોપસર ચપ્પાના ઘા ઝીંકી પોતાની જ કોમના માણસોએ હત્યા કરી હતી. આ હુમલામાં નન્હેઅલીનું હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે પુત્ર ઈસ્લામઅલી રર અને ભત્રીજો મુખ્તયારઅલી ર૦ને ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતકના પુત્ર બાબુએ પોલીસને કરેલ ફરિયાદ બાદ ૭માંથી ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ધમોરા પોલીસ મથકના ઈન્સ્પેકટર કહ્યું કે બે અઠવાડિયા પહેલાં તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે, લખનખેરા વિસ્તારનો રહેવાસી ઘસીટા તેની ગાય તેના પાડોશી અલીઅહમદ દ્વારા વેચવા જઈ રહ્યો છે. ગાયની કતલ કરી તેના માંસને લગ્નમાં પીરસવાનું છે. ઘસીટા અને અલી અહેમદે આરોપો નકારી દીધા હતા. પરંતુ પૂછયું હતું કે તમને નન્હેઅલીએ ફોન કર્યો હતો તેથી અલીઅહેમદ પર શક રાખી અલીઅહેમદ અને સાથીઓએ શક રાખી નન્હેઅલી પર બજારમાં હુમલો કરતાં નન્હેઅલીએ પોલીસ ફરિયાદ કરી હતી જેમાં અલીઅહેમદ, ભાઈ મોહમ્મદ ઉમર અને બે સગા હતા. અહેમદની પાછળથી ધરપકડ કરાઈ હતી. રવિવારે મોહમ્મદ ઉમર સામે નન્હેઅલીએ ઘર પાસેથી પસાર થતાં ટીકા કરી હતી. ઉમર ત્યારબાદ તેના સંબંધીઓને લઈને આવ્યો હતો અને નન્હેઅલી પર હુમલો કર્યો હતો જ્યારે નન્હેઅલીના ભત્રીજા સમીરે કહ્યું કે મારા કાકા મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે ઉમરે તેમને અટકાવ્યા હતા. અહેમદની ધરપકડ અંગે દલીલો કરી ચાકુ માર્યું હતું. ઈસ્લામ અને મુખ્તયાર મદદ માટે દોડયા હતા તેમને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા જેમાં નન્હેઅલીનું મોત થયું હતંુ.