(એજન્સી)
ગાઝિયાબાદ,તા.૧
ગાઝિયાબાદમાં હિદન નદીના કિનારે બનેલા હજ હાઉસ બહાર પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલ ઝડપમાં ૧૦ પોલીસો ઘાયલ થયા હતા. આ હજ હાઉસ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક અરજી કરાઈ છે. જેમાં કહેવાયું છે કે આ હજ હાઉસ હિદન નદીના ફ્લડ પ્લાનમાં બન્યું છે. તેથી તેને તોડી પાડવું. એનજીટીના આદેશ બાદ હજ હાઉસ બંધ રખાયું છે. તેને ખોલવામાં હંગામો થતો રહે છે. અનશન કરનાર લોકોની સંખ્યા અચાનક વધી ગઈ. ભીડે ટ્રાફિક ઈન્સ્પેકટરની ગાડી તોડી નાખી. પોલીસો પર પથ્થરમારો શરૂ કર્યો. સૌથી દોઢસો લોકોની ભીડ હજ હાઉસનો દરવાજો તોડી અંદર ઘૂસવા લાગી. જ્યાં પોલીસ ખડકલો હતો જેણે લાઠીચાર્જ કરી ભીડને ભાગડી મૂકી. હવે અહીં અનશનની છૂટ નથી. ૧૭ લોકોને હિરાસતમાં લેવાયા છે તેમજ અન્યની તપાસ ચાલે છે.
Facebook
0
Twitter
0