જર્મની અર્થશાસ્ત્રીનો ખુલાસો : મોદી સરકારે અમેરિકાના ઈશારે નોટબંધી કરી હતી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ગત સાત નવેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ પ૦૦ અને ૧૦૦૦ની નોટોને અમાન્ય ગણાવી નવી નોટને જાહેર કરવાનો નિર્ણય અમેરિકાના ઈશારા પર કર્યો હતો. આ વાતનો ખુલાસો જર્મનીના અર્થશાસ્ત્ર નોર્બટર હેરિંગે કર્યો છે. જીરો હેજ ડોટ કોમ જોજર્સ વોશિંગ્ટનના બ્લોગમાં તેમણે કહ્યું કે ભારતીયો પર આ હુમલા થવાના ચાર સપ્તાહ પહેલાં યુનાઈટેડ સ્ટેટસ ઓફ ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ (યુએસએઆઈડી)એ કેટલિસ્ટ : કેશલેસ પેમેન્ટ પાર્ટનરશીપની સ્થાપના કરવાનો એલાન કર્યો હતો. હેરિંગે જણાવ્યું કે, ૧૪ ઓક્ટોબરનું પ્રેસ સ્ટેટમેન્ટ બતાવે છે કે, કેટલિસ્ટ યુએસએઆઈડી અને નાણામંત્રાલય વચ્ચે થનાર આગામી ચરણની ભાગીદારી જેવું છે. તેમણે કહ્યું કે કેશલેસ કેટલિસ્ટની વેબસાઈટ http:||cashlesscatalyst.org પર આનાથી જોડાયેલ જાણકારી મળે છે. તેમણે કહ્યું કે કેશ સાથે રિપોર્ટથી જોડાયેલી રજૂઆતમાં યુએસએઆઈડીએ એલાન કર્યો કે આશરે ૩પ ભારતીયો અમેરિકી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ યુએસએઆઈડી અને નાણામંત્રાલય સાથે આ પહલ માટે ભાગીદારી કરી હતી. હેરિંગે જણાવ્યું કે આમાંથી મોટાભાગે આઈટી અને પેમેન્ટ સેવા આપનારી કંપનીઓ સામેલ છે. હેરિંગે લખ્યું કે તેઓ ડિજિટલ પેમેન્ટ અથવા તેનાથી જોડાયેલ ડેટાને તૈયાર કરી રૂપિયા કમાવવા ઈચ્છતા હતા. જેમાંથી મોટાભાગે ડચ બેંકના અનુભવી સંસ્થાઓના લોકો છે. આ ઉપરાંત બેટર ધેન કેશ અલાઈન્સ, ધ ગેટસ ફાઉન્ડેશન, ઓમિધાર નેટવર્ક, ધ ડેલ ફાઉન્ડેશન, માસ્ટર કાર્ડ, વીઝા અને મેટલાઈફ ફાઉન્ડેશનના લોકો પણ આ લાઈનમાં સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks