જર્મનની નાઈટક્લબમાં ગોળીબાર બેનાં મોત, ચાર ઘાયલ

(એજન્સી) કોન્સ્ટાન્સ, તા. ૩૦
જર્મનીના કોન્સ્ટાન્સ શહેરમાં થયેલા ગોળીબારમાં ૨ લોકોના મોત તથા બીજા ચાર લોકો ઘાયલ થયાની ખબર છે. એક અજ્ઞાત હુમલાખોરે ખીચોખીચ ભરેલી નાઈટક્લબમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો.
ગોળીબારમાં ઈરાકી તરીકે ઓળખાયેલા ૩૪ વર્ષીય નાગરિકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું. પોલીસ અધિકારીઓ આ હુમલાની તપાસ કરી રહ્યાં છે જેને હુમલાખારોની અંગત દુશ્મનીને કારણે થયો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ઉમેર્યું કે આ હુમલો આતંકવાદી કૃત્ય હોવાનો કોઈ સંકેત નથી. પોલીસે કહ્યું કે વિદેશી હુમલાખોર આશ્રિત નહોતો તે છેલ્લા ૧૫ વર્ષથી આ શહેરમાં રહેતો હતો. પોલીસ અધિકારીઓને સ્ ૪.૩૦ ની આસપાસ ઈમરજન્સી કોલ મળવા લાગ્યાં હતા. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. ગોળીબારમાં ઈરાકી તરીકે ઓળખાયેલા ૩૪ વર્ષીય નાગરિકને ગંભીર ઈજા પહોચી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks