રૂા. ૪૬ લાખના પ્રવાસ ખર્ચ માટે રાજ્યપાલને ખુલાસો કરવાનું જણાવ્યાના બે દિવસ બાદ ઓરિસ્સા સરકારે આ ‘ગેરસમજ’ માટે ખેદ વ્યક્ત કર્યો

(એજન્સી) તા.૭
હરિયાણાના પ્રવાસ પાછળ રૂા.૪૬ લાખના ખર્ચ અંગે ખુલાસો માગતો પત્ર રાજ્યપાલ ગણેશીલાલને જારી કર્યાના બે દિવસ બાદ ઓરિસ્સા સરકારે આ મુદ્દે ખેદ વ્યક્ત કર્યો છે. ઓરિસ્સાના મુખ્ય સચિવ આદિત્યપ્રસાદ પાઢીએ શુક્રવારે રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે નવી દિલ્હી થઇને ભુવનેશ્વરથી સીરસાના તેમના પ્રવાસને રાજ્ય સરકારે તેમને મંજૂરી આપી દીધી છે. બુધવારે ઓરિસ્સા સરકારના સામાન્ય વહીવટ વિભાગે બે અલગ બિલોનો ઉલ્લેખ કરીને રાજ્યપાલના પ્રવાસ સામે સવાલો ઉઠાવતો એક પત્ર રાજ્યપાલના કાર્યાલયને લખવામાં આવ્યો હતો. આ બે બિલોમાં ચાર્ટર્ડ જેટ પાછળ રૂા.૪૧ લાખ અને હેલિકોપ્ટરની સવારી પાછળ રૂા. ૫ લાખનો ખર્ચ બતાવ્યો હતો. નવીન પટનાયક સરકારે આ અંગે કારણો જાણવા ખુલાસો માગ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે માનનીય ગવર્નરના ઉપયોગ માટે ક્યા સંજોગો અને કારણોસર હેલિકોપ્ટરની સેવા લેવી પડી હતી અને ફ્લાઇટના મંજૂર કરાયેલ શિડ્યુલમાં શા માટે ફેરફાર થયો હતો અને આ માટે સક્ષમ સત્તાવાળાઓની મંજૂરી લીધી હતી કે કેમ ? તે અંગે ખુલાસો માગવામાં આવ્યો હતો. જો કે શુક્રવારે આ જ વહીવટી તંત્રએ અગાઉના પત્ર પર ખેદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ ગેરસંદેશા વ્યવહાર માટે જવાબાદાર સામે પગલા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મે મહિનામાં ગણેશીલાલની ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks