ઘરમાં મેલું છે તેની વિધિ કરવી પડશે કહી લોકોને છેતરતી ગેંગના બેે સભ્યો ઝડપાયા

અમરેલી, તા. ૧૯
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોને અંધશ્રધ્ધા અને તેના ધરમાં મેલુ છે. તેની વિધિ કરવાના બહાના હેઠળ લોકોને તેની વાતોની જાળમાં ફસાવી ફોસલાવી, છેતરપીંડી કરતી નાથબાવાજીની ગેંગના બે સભ્યોની ધરપકડ કરેલ છે.અને આ ગેંગે ના જુદા-જુદા સભ્યોએ સાથે મળી કુલ- ૧૦૫ જેટલી અલગ-અલગ જગ્યાએ છેતરપીડીં કરેલાની કબુલાત આપેલ છે.આ ગેંગનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રના રાજકોટ,મોરબી,જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓમાં ગુનાઓ આચરેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું અને તેની ગેંગના કુલ બાર સભ્યોમાં (૧) રમેશભાઇ જવેરભાઇ લકુમ રહે. રાજકોટ ભારતનગર આજીડેમ પાસે (૨) હરદેવભાઇ મનુભાઇ માંગરોળીયા નાથબાવાજી હાલ રહે.રફાળેશ્રવર તા.મોરબી વાળો મારી સાથે હતો મૂળ વતન ટંકારા (૩) જીવણભાઇ પુનાભાઇ ધાંધુ રહે.બાબરા નીલવડા રોડ (૪) વિજય કિશોરભાઇ માંગરોળીયા રહે.રાજકોટ ભરતનગર (૫) અશોકભાઇ ભાવાભાઇ પરમાર રહે.પડધરી (૬) રમેશભાઇ લખુભાઇ પોમાણી રહે.પડધરી (૭) અજીતનાથ ભુરાનાથ બ્લોચ રહે.સાયલા સુરેન્દ્રનગર બાયપાસ રોડ(૮) દિપકભાઇ નારણભાઇ ધાંધુ રહે.જસદણ (૯) સવજીભાઇ પુંજાભાઇ આંકોલીયા રહે. નેકનામ તા.ટંકારા જિ.મોરબી (૧૦) રમેશનાથ ઝેરનાથ ધુંધા રહે. રાજકોટ આજીડેમ પાસે (૧૧) સુરેશનાથ નારણનાથ ધાંધુ રહે.જસદણ (૧૨) જિતેન્દ્ર ઉર્ફે ટકો નારણનાથ રહે.જસદણ
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
પકડાયેલ આરોપી રાયધન ઉર્ફે ભુરી કાનાભાઇ રાઠોડ (નાથબાવાજી) ઉ.વ.૩૫ ધંધો. મજૂરી રહે.પડધરી. જિ. રાજકોટ અને (૨) અરવિંદ ઉર્ફે અન્નો ઉર્ફે અનીલ બાબુભાઇ ઉર્ફે લખુભાઇ માંગરોળીયા (નાથ બાવા) ઉ.વ.૩૫ ધંધો. મજૂરી તથા રીક્ષામાં ફેરી રહે.રાજકોટ આજી ડેમ ચોકડી પાસે ભારતનગર પકડાયેલ આરોપીઓએ પોતાની મોડેસ ઓપરેન્ડીની રીત જણાવેલ હતી જેમાં તેવો તેમની ગેંગ દ્વારા લોકોના ઘરે જઈ પાણીની તરસ લાગી છે. પાણી પીવડાવશો તેમ કહી તેની ઘરની સમસ્યા જાણી લે છે. પછી તેના ઘરમાં કોઇ મેલુ નાખી ગયેલ છે. વિધિ કરવી પડશે મીઠુ મરચુ નાખી ઉતારી કોઇ ભુવા અથવા ભગતને પાઇ દિયો એટલે દુઃખ દુર થઇ જાય ઘર માલિકને વિશ્રવાસ કેળવી રૂપીયાની માંગણી કરે અને તે રૂપીયા ધર્માદામાં નાખવા માટે સ્મસાન અથવા ગામના ચાર રસ્તા વચ્ચે નવ લીંબુ ખીલી કંકુ કપડુ વગેરે ઘર માલિકને મૂકી આવવા જણાવે છે. જો ઘર માલિક ના પાડે તો વિધિના બહાને પૈસા લઇને પોતે વિધિ કરી આપશે તેમ કહે છે. ઘરની બહાર નિકળતી વખતે પાછુ વળીને જોવું નહીં તેવી રીતથી છેતરપિંડી તમામ જગ્યાએ કરેલ છે અને ઘરવાળા માલિકને હાથમાંથી જારના દાણા કાઢી ચમત્કાર બતાવે છે. તેમજ ઘરના માલિક પાસેથી તેના ઘરનું પાણી માંગી તેની પાસે રહેલ સેકરીન વાળા આંગળા કરીને મીઠું પાણી પાય છે અને ગલાસમાં મોળુ પાણી હોય તે ચમત્કાર દેખાડી ઘરમાલિકને સંપૂર્ણ વિશ્રવાસમાં લઇને છેતરપીંડી કરે છે. મોટા ભાગે કામમાં બેથી ત્રણ માણસો જાય છે અને જે તાલુકામાં કામ કરે તે તાલુકામાં બે ત્રણ મહિના ફરી વખત જતાં નથી. દર વખતે વિધિ કરવાના વધુમાં વધુ-૧૬૦૦૦/-(સોળ હજાર) રૂપીયા માંગતાં હતા અને પછી ઘરમાલિક જેટલા આપે તેટલા લઇને તેની છેતરપીંડી કરતાં હતા અને પહેરામણી તરીકે સોનાના દાગીના માંગતાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks