Gujarat

ધોળકાનાં સરગવાડામાં આગ ભભૂકતાં બે દાઝયા : ઘરવખરી બળીને રાખ

ધોળકા,તા.ર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના સરગવાડા ગામે આજે સવારે હરિભાઈ રામજીભાઈના મકાનમાં અચાનક આગ લાગી હતી. આગનું કારણ જાણવા મળેલ નથી હરિભાઈએ કોઠ પોલીસ સ્ટેશન જણાવ્યા પ્રમાણે તેમના ઘરમાં અચાનક આગ લાગતા તેમના ઘરની તમામ ઘરવખરી અને મકાન બળી જવા પામી છે. ઘટનાની જાણ કરતા ધોળકા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી આગ કાબુમાં લીધી હતી. પોલીસ ઘટનાસ્થળે હાજર થઇ હતી જ્યારે બીજી બાજુ આ ઘટનાને અનુરુપ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં અચાનક એક ખાનગી કંપનીના બાટલા ભરેલી ટ્રકમાં આગ લાગવા પામી હતી. જે ટ્રક સરગવાળા ગામના આગ લાગીમાં પડેલી હોવાનું જણાય આવે છે. આ દરમિયાન મિનીટ્રક અને ગેસના સીલીન્ડરો પણ નુકસાન પામેલા દેખાઈ આવે છે. જ્યારે આ વીડિયોમાં એક ટ્રક ગામમાંથી બહાર જતી નજરે પડશે. જ્યારે બે વ્યક્તિ દાઝી જતા ૧૦૮ દ્ધરા એમને ધોળકા જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મકવાણા ધર્મેશકુમાર ધીરુભાઈ અને હરેશભાઈ ધીરૂભાઈ મકવાણા દાઝી જતા ધોળકા ૧૦૮ના ઇએમટી રોહન દુલેરા અને પાયલોટ લાલજીભાઈ તાત્કાલિક ઘટના પર પહોંચી દાઝી ગયેલાઓને સારવાર માટે જીવનદીપ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મકાનમાલિક હરિભાઈ રામજીભાઈ એ કોઠ પોલીસને જણાવેલ તે મુજબ તેમના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને મંડપ ડેકોરેશનનો સામાન બળી જવા પામેલ છે. અગાઉ બાવળા તાલુકાના રાણેસર ગામે આ જ રીતે એક ખાનગી કંપનીના સિલિન્ડરના લીધે આગ લાગી હતી. એમાં પણ એમાં પણ એક મકાન બળીને ખાખ થઇ જવા પામ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.