Gujarat

ભૂમાફિયાઓના દબાણને હટાવવા માટે ચાલતા આંદોલનને કડિયાળી તા.પં.ના પુત્રનું સમર્થન

રાજુલા, તા. ૭
રાજુલા પીપાવાવ ધામની જમીન ઉપર જે GHCL અને ભૂમાફિયાઓના દબાણને હટાવવા માટેના આંદોલનને આજ ૧૩ દિવસના અંતે આજથી આંદોલન ઐતિહાસિક રૂપ રંગ ધારણ કરી લીધું છે જેમાં ભાજપ સરકારના હિટલર શાહી અને એકહથ્થુ શાસન સામે આ ખેડૂતોના ન્યાય માટે કડીયાળી તાલુકા પંચાયતના પુત્ર જીલુભાઈ બારૈયાએ ભાજપ સરકાર સામે જ મોરચો માંડીને પોતે આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે, અને તેમની સાથે ભાકોદર માંધાતા ગ્રુપના પ્રમુખ મધુભાઈ સાંખટ પણ આમરણ ઉપવાસ કરી રહ્યા છે, જે આંદોલને જ કેસરિયો રંગ ધારણ કરી રહ્યો છે, જે જીલુભાઈ અને મધુભાઈ એ પોતાના ખેડૂત ભાઈઓ માટે GHCL અને ભૂમાફિયા સામે આંદોલનનો શંખ ફુક્યો છે તેમના આમરણ ઉપવાસને અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ વિરાણી નરેશે જીલુભાઈ અને મધુભાઈને પ્રોત્સાહન રૂપી પત્ર પાઠવ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ હિટલર શાહી સામે જૂકતા નહીં, હિંમત હારતા નહીં, જમીન લઈને જ જંપીશું, જમીનો ઉપર જે લોકો એ કબ્જો જમાવ્યો છે તે કંપની અને ભૂમાફિયાઓ તે જમીનોને પોતાના માતૃશ્રીઓ શું આ જમીનો પોતાના કરિયાવરમાં લાવ્યા હતા ??
એટલે GHCL અને ત્યાંના ભૂમાફિયાઓને જમીન ઉપરથી કબજો તો કોઈ પણ હિસાબે ઉઠાવવો જ પડશે, જમીન આપણા બાપદાદાની છે એટલે આંદોલનમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂત સમાજ ગુજરાત તમારી પડખે અડીખમ ઉભા રહેવા તૈયાર છે.ખેડૂત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણીના આશ્વાસન પત્રનો જીલુભાઈ બારૈયા અને મધુભાઈ એ આભાર વ્યક્ત કર્યો અને જરૂર પડ્યે જરૂર યાદ કરશું તેવી ફોનિક વાતચીત પણ કરી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.