ઘેર-ઘેર પ્રચાર કરવા નીકળેલા ભાજપના કેન્દ્રીય મંત્રીને સ્થાનિકોએ ભગાડ્યા

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડોર ટુ ડોર સંપર્ક કરવા ગયેલા ભાજપના કેન્દ્રીય મંત્રી સહિત સ્થાનિક નેતાઓને પોતાના વિસ્તારની અનેક સમસ્યાઓ જણાવી વિકાસ કયાં છે ? જેવો પ્રશ્નો કરી બોરસદના ભોભાફળી વિસ્તારના લોકોએ ભાજપાની પત્રિકાઓ લેવાનો ઈન્કાર કરી ભગાડી મૂકતા કેન્દ્રીય મંત્રી સહિત સ્થાનિક નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. જેને લઈને બોરસદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રા અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી કીસનપાલ ગુર્જર બોરસદ ખાતે પહોંચી ગાંધી ગંજથી ડોર ટુ ડોર સંપર્કનો પ્રારંભ કરી અમદાવાદી દરવાજા, બળીયાદેવ વીસ્તાર અને ભોભાફળી વિસ્તારમાં લોકોને ઘેર ઘેર ફરી ભાજપે કરેલા વીકાસના કાર્યોની પત્રીકાઓનું વીતરણ કર્યુ હતુ તેમજ તેઓએ વડાપ્રધાનના પત્રનુ મતદારોમા વીતરણ કર્યુ હતુ અને ભાજપને મત આપવા અપીલ કરી હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી કિશનપાલ ગુર્જર જયારે ભોભાફળી મસ્જીદ પાસે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે યારે સ્થાનીક મતદારોએ તેઓ સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી અને રોષ પુર્વક મંત્રી કીસનપાલ ગુર્જરને જણાવ્યુ હતુ કે નેતાઓ પાંચ વર્ષમા માત્ર એકજ વાર અહીયા લોકોને મળવા આવે છે પરંતુ ચુંટણી બાદ સ્થાનીક લોકો કેવી મુસ્કેલીમા રહે છે તે જોવા પણ આવતા નથી અમારા વીસ્તારમા ગટરો ઉભરાય છે પીવાના પાણીની સમસ્યા છે અને તમે ભાજપના નેતાઓ વીકાસની વાતો કરો છો શું આ વીકાસ છે? તેમ કહી સમસ્યાઓ અને સવાલોની ઝડીઓ વર્ષાવતા મંત્રીની બોલતી બંધ થઈ ગઈ હતી અને સ્થાનીક લોકોએ મંત્રી પાસેથી પત્રીકા લેવાનો પણ સાફ ઈન્કાર કરી દીધો હતો સ્થાનીક લોકોનો રોષ જોઈને કેન્દ્રીય મંત્રી અને જિલ્લા ભાજપનાં પ્રભારી અમિત શાહ તેમજ સ્થાનિક નેતાઓ ક્ષોભમાં મુકાઈ ગયા હતા અને તેઓએ લોકોનો રોષ જોઈ વીસ્તાર છોડી ગયા હતાં

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks