પાલેજ : ઘોડી સાથે બાઈક અથડાતાં ઘોડી અને બાઈક સવારનું મોત

(સંવાદદાતા દ્વારા) પાલેજ, તા.૪
પાલેજ સીમલિયા રોડ આવેલાં લેહરી કોટન નજીકથી પસાર થતી બાઈક અને ઘોડી વચ્ચે ટક્કર વાગતાં ગંભીર રીતે ઘવાયેલા ચાઇનીજ બનાવતાં યુવાનનું મોત નિપજ્યું હતું અને ઘોડીનું પણ મોત થયું હતું. આ અંગે પાલેજ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને પાલેજનાં આંબલીવાળા એસટી સ્ટેન્ડ નજીક ભુતાવાલા કોમ્પ્લેક્સમાં રોજી રોટી માટે ચાઈનીઝનો ધધા ઉપર નોકરી કરતાં અભિજીત શંકર ડીદા(.ઉ.વ.૧૯) તેમજ બાઈક સવાર બુધદેવ શિવરામ ડીદા (ઉ.વ.૨૨) ગ્રાહકનું બાઈક લઈ આંટો મારવાં ચાઈનીઝની દુકાન ઉપરથી ગત રાત્રીનાં નીકળ્યા હતા. દરમિયાન મોડે સુધી પરત નહિ આવતાં દરમિયાન ચાઈનીઝની દુકાનવાલા સુભાન ભતોનાથ ડીદા એ શોધખોળ આરંભી હતી ત્યારે તેને જાણ થઈ હતી કે તેમની દુકાને કામ કરતાં યુવાનોનું પાલેજ નજીક સીમલિયા રોડ ઉપર લેહરી કોટન પાસે અકસ્માત થયો છે. જેથી તેઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં જાણવા મળ્યું કે અહીેંથી મોટર સાયકલ લઈ પસાર થતાં ઘોડને અડફેટે લેતાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમાંથી એક અભિજીત શંકર ડીદાનું નિપજયું હતું. તેમજ બાઈક ચાલાક બુધદેવ શિવરામ ડીદા (ઉ.વ.૨૨)ને ગંભીર ઈજાઓ થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી આ અંગેની ફરિયાદ સુસન્નભૂતોનાથ દિડોએ નોંધાવી હતી. જેનાં આધારે પાલેજ પી.આઇ. જે.જે. વસાવાએ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks