GIPCL કંપનીમાં કોલસો ભરીને જતી ટ્રકોને ગ્રામજનોએ અટકાવતાં ટ્રાફિક જામ

માંગરોળ,તા.૩૧
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે જીઆઈપીસીએલ કંપની લિગ્નાઈટમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. કંપનીની લિગ્નાઈટ માઈન્સો આવેલી છે. આ માઈન્સોમાંથી ટ્રકો મારફતે લિગ્નાઈટ વહન કરવામાં આવે છે.
હાલમાં માંગરોળ તાલુકાના ભીલવાડા લિગ્નાઈટ માઈન્સમાંથી લિગ્નાઈટનો જથ્થો હાઈવા ટ્રકો મારફતે કંપનીના યાર્ડ સુધી લાવવામાં આવે છે માઈન્સની કામગીરીનો કોન્ટ્રાકટ પી.સી. પટેલ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. આ હાઈવા ટ્રકો માંગરોળ અને ઓસાલીમાં રહેણાક વિસ્તારમાંથી પસાર થતા માર્ગ ઉપરથી દોડી રહી છે. અગાઉ પણ મોસાલીના રહેણાક વિસ્તારની પ્રજાએ આ પ્રશ્ને આંદોલન કરી હતી. અને તે સમયે કેટલાક પ્રશ્નનો અમલ ટ્રક ચાલકો -માલિકો કરે એને ધ્યાનમાં લઈ આંદોલન સમેટી લેવાયું હતું. પરંતુ ચાલુ માસ દરમ્યાન લિગ્નાઈટ ભરેલી હાઈવા ટ્રકના ચાલકને ટ્રકની ઉપર તાડપત્રી બાધતા ન હોય રહેણાક વિસ્તારના માર્ગ ઉપર લિગ્નાઈટ ટ્રકોમાંથી પડવાના બનાવો બની રહ્યા છે. સાથે જ રહેણાક વિસ્તારમાંથી હાઈવા ટ્રકો પસાર થાય ત્યારે સ્પીડ ગતિ મર્યાદા ૪૦ કિ.મી.ની રાખવા હાઈવા ટ્રકો ઉપર અનુભવી લાઈસન્સ ધરાવતા ડ્રાઈવરો રાખવાની માગ રહીશો કરી રહ્યા છે અને આ પ્રશ્ને મોસાલી ગ્રામ પંચાયતે ગત, તારીખ ૧૮-૧૦-ર૦૧૭માં લેખિતમાં કંપની તથા સરકારના સંબંધિત વિભાગોને લેખિતમાં રજૂઆત કરી છે છતાં આજદીન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેવામાં આજે સવારે સાડા આઠેક વાગ્યાની આસપાસ બાઈક સાયકલ ચાલકને ટક્કર વાગતા મોટર સાયકલ માર્ગની બાજુમાં લપસી પડી હતી. તથા ચાલકને ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. આ બનાવની વાયુવેગે જાણ પ્રસરતા માર્ગની આસપાસમાં રહીશોના ટોળા માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી, લિગ્નાઈટ ભરેલી ટ્રકોને અટકાવી દીધી હતી. આ બનાવની જાણ માંગરોળ પોલીસને થતા પીએસઆઈ મોરી, પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા પીએસઆઈ મોરીએ રહીશોની રજૂઆત સાંભળી, જેસમસ્યા છે તેનો એક અઠવાડિયામાં ઉકેલ લાવવાની હૈયાધરપત આપતા એક કલાક બાદ હાઈવા ટ્રકો પુનઃ દોડતી થઈ હતી. જો કે જે હાઈવા ટ્રકો પાસે તાડપત્રી ન હતી એમણે મોસાલી બજારમાંથી તાડપત્રીઓ ખરીદી લીધી હતી. તાડપત્રીઓ ઢાંકવામાં ન આવતા માર્ગમાં લિગ્નાઈટ ટ્રકોમાંથી પડે છે અને જે ઉડીને ઘરોમાં જાય છે અને ઘરોમાં મુકેલી ચીજવસ્તુઓ ખરાબ થાય છે.

કંપનીના માઈન્સ વિભાગના વડા પુરોહિતે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો

આ બનાવ બનતા જીઆઈપીસીએલના માઈન્સ વિભાગના વડા પુરોહિતે માંગરોળના પીએસઆઈ મોરી, મોસાલી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ અસલમ માંજરા તથા પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓના મોબાઈલો રિસીવ કર્યા ના હતા અને પાછળથી પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી આ અધિકારી આ વિભાગમાં ફરજ બજાવે છે પરંતુ એમનો વ્યવહાર પ્રજાજનો સાથે જનરલ ડાયર જેવો રહ્યો છે. પ્રજાજનોએ આ અધિકારીની તાકીદે બદલી કરવા માગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks