ઉના-ગીરગઢડા પંથકમાં આભ ફાટ્યું તાલુકાના ૪૦થી વધુ ગામો બેટમાં ફેરવાયા

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૬
ઉના-ગીરગઢડા પંથકમાં છેલ્લા આઠ દિવસથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળતા સવારના ૭ વાગ્યાથી બપોર સુધીમાં એટલે ૭ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું અને તાલુકાના ૪૦થી વધુ ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતા વ્યાપક વરસાદના પગલે ઉનાનો તમામ હાઇવે રસ્તા પર પાણી ફરી વળતા ઉના સંપર્ક વિહોણુ થઇ ગયેલ જ્યારે તંત્ર તેમજ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી જતાં અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૫૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ હતા અને વ્યાપક વરસાદને પગલે અનેક માલઢોર પાણીમાં તણાઇ ગયેલ હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે તેમજ હજારો વિઘા જમીનનું ધોવાણ થઇ ગયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઉના શહેરમાં આજે વહેલી સવારથી જાણેકે ઉના પંથકમાં આભ ફાટ્યુ હોય તેમ સવારથી બપોર સુધીમાં સમગ્ર પંથક પાણીમય બની ગયેલ તેમજ ઉના શહેરમાં વ્યાપક વરસાદને પગલે ચંદ્રકિરણ સોસાયટી, રામનગર ખારા વિસ્તાર, આનંદ બજાર, આર્શીવાદ સોસાયટી સહીતના મોટાભાગના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા તેમજ શહેરની પોલીસ લાઇન પાસે પણ કમરડુબ પાણી ભરાયા હતા તથા શહેરમાં અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઇ જવા પામેલ હતા શહેરમાં વ્યાપક વરસાદને પગલે તેમજ પાણીનાં નિકાલ માટે ન.પા. પ્રમુખ કે.સી. રાઠોડ, ચિફઓફીસર સહીત ન.પા.જો સ્ટાફ સવારથી મહેનતે લાગી ગયેલ પરંતુ વરસાદી કહેર હોવાથી પાણી ઓસરવાનું નામજ લેતા ન હતા.. વ્યાપક વરસાદને પગલે ઉના શહેરમાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં ૧૯૯૮ બાદ ધોડાપુર આવતા શહેરીજનો નદી કાંઠે લોકો ઉમટી પડ્યા હતા અને વ્યાપર ભિડનાં કારણે પોલીસ કાફલો મચ્છુન્દ્રી નદીના પુલ પર પહોતી જઇ લોકોનો ઘસારો પુલ પર ન થાય તે માટે દોડા દોડી કરેલ હતી. તેમજ દેલવાડામાં પણ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા તેમજ નદીના પુલ પરથી પાણી વહેવા લાગતા અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતા તેમજ તાલુકાના કંસારી, વાવરડા,ભાચા, ખાપટ, કેસરીયા, સીમાસી, સીલોજ, લામધાર, એલમપુર, ઉમેજ, સનખડા, સામતેર, કાણકબરડા, ગુંદાળા,વાસોજ સહીતના ગામોમાં ૧૫ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસી જતા હજારો એકર જમીનનું ધોવાણ થઇ ગયુ હતુ અનેક લોકોનાં ઘરોમાં પાણી ફરી વર્યા હતા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતા તેમજ વહીવટી તંત્ર તેમજ એન.ડી.આર.એફની ટીમ નાધેર પંથકના અલગ અલગ ગામોમાંથી ૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ બીજી તરફ વ્યાપર વરસાદને પગલે નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળતા તમામ પ્રકારના વાહન વ્યવહાર ખદરવાઇ ગયો હતો તેમજ અનેક વાહનો ફસાઇ ગયા હોવાનાં અહેવાલ જાણવા મળી રહ્યા હતા તેમજ ગીરગઢડા તાલુકાના પણ આભ ફાટ્યુ હોય તેવી સ્થિતી જોવા મળતા ગીરગઢડામાં પણ ૧૭ ઇંચથી વધુ વરસાદ વરસી ગયેલ હતો અને ગીરગઢડા ગામ પણ પાણીમાં બની ગયેલ તેમજ કાણકીયા, કરેણી, ધ્રાંબાવાડ, સનવાવ, આલીદર, હરમડીયા, માઢગામ, સહીતના ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. તેમજ કાણકીયા, કરેણી તેમજ હરમડીયા ગામ સુધી પહોચવુ મુશ્કેલ બની ગયેલ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts