Gujarat

ગીર જંગલમાં સિંહના શિકાર માટે ફાંસલા મૂકનાર મધ્યપ્રદેશના આઠ શિકારીઓની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૮
જૂનાગઢ વન વિભાગ અંતર્ગત આવેલ ગિર પશ્ચિમ વન વિભાગમાં વર્ષ ર૦૦૬-૦૭માં ૭ સિંહોના શિકારની ઘટના બની હતી. તે વખતે આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસની વિગતો લોકસભામાં પણ ચર્ચાઈ હતી. ત્યારે આ બહુચર્ચિત બનાવમાં છેલ્લાં ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને મધ્યપ્રદેશની પોલીસે કટની ખાતેથી ઝડપી લીધા હોવાનું જાણવા મળતા જૂનાગઢ વન વિભાગની એક ટીમ આ આરોપીઓનો કબ્જો લઈ તેમની ધરપકડ કરવા માટે મધ્યપ્રદેશના કટની ખાતે પહોંચી ગઈ હોવાનું અને સંભવત : આજે વન વિભાગની ટીમ મધ્યપ્રદેશથી ઝડપાયેલા ૮ શિકારીઓને લઈને જૂનાગઢ આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
ઉપરોક્ત જે ૮ આરોપીઓ ઝડપાયા છે. તેમણે ગિરના જંગલમાં સિંહના શિકાર માટે ફાંસલા મુક્યા હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશ પોલીસ સમક્ષ તેમણે આ અંગે કબુલાત કરતા એમ.પી. પોલીસે સાસણ વન વિભાગને આ અંગે જાણ કરતા આ આરોપીઓનો કબ્જો સંભાળીને જૂનાગઢ વન વિભાગોની તપાસ ટૂકડી જૂનાગઢ આવી રહી હોવાનું સૂત્રોએ જણાવેલ છે.
આ ૮ આરોપીઓ પાસેથી સિંહના શિકાર અંગેની વધુ વિગતો બહાર આવશે તેવું જાણવા મળેલ છે. વર્ષ ર૦૦૬-૦૭માં ગીર પશ્ચિમ વન વિભાગની બાબરિયા રેન્જ વિસ્તારમાં મધ્યપ્રદેશની શિકારી ટોળકીએ ૭ સિંહોનો શિકાર કર્યો હતો. જેમાં મધ્યપ્રદેશના કટનીના શિકારીઓ સામેલ હોવાનું તે વખતે બહાર આવ્યું હતું. આ શિકારીઓની ટોળકી છેલ્લા ૧ર વર્ષથી નાસતી ફરતી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.