
(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા, તા.૧૮
સિંહ સરક્ષણ અને સિંહ સવર્ધનમાં અમરેલી જિલ્લો કદાચ પ્રથમ નંબરે આવે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના ગીર તેમજ બૃહદ ગીરમાં સિંહો સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દર પૂનમના દિવસે વન વિભાગ સિંહોની પ્રાથમિક સિંહ ગણતરી કરતું હોય છે જેમાં હાલ સિંહોનો આંક ચોંકાવનારો બહાર આવ્યો છે. હાલમાં ૮/૯ તારીખના રોજ પૂનમના દિવસે ગીર પૂર્વની સાત રેન્જો તેમજ જાફરાબાદ, રાજુલા, ક્રાકચ સહિહના બૃહદ ગીર વિસ્તારમાં વન વિભાગ દ્વારા પૂનમની રાત્રે સિંહોની પ્રાથમિક સિંહ ગણતરી કરવામાં આવી જેમાં સૂત્રો મુજબ ગીર પૂર્વની સાતે સાત રેંજમાં ૨૦૨થી વધુ સિંહો નોંધાયા જ્યારે બૃહદ ગીર ગણાતા રાજુલા, જાફરાબાદ, ક્રાકચ વિસ્તારમાં ૧૦૦ કે વધુ સિંહો નોંધાતા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા ૩૦૦થી વધુ થઇ જતા હાલ સિંહ પ્રેમીઓમાં આનંદો ફેલાયો છે. સિંહ સંરક્ષણની ઉત્તમ કામગીરીનો નમૂનો હાલ અહીં નોંધાઈ રહ્યો છે. ૨૦૧૫ની સિંહ ગણતરી પ્રમાણે ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સહિત જૂનાગઢ, સાસણ, ગીર સોમનાથ સહિત કોષ્ટ્લ એરિયા તેમજ ભાવનગર બૃહદ ગીર વિસ્તાર સહિતમાં કુલ ૫૨૩ જેટલા સિંહો નોંધાયા હતા ત્યારે હવેની ગણતરીમાં આ આંક બમણો થઇ જવાની આશા સેવાઈ રહી છે. ભૌગોલિક રીતે અમરેલી જિલ્લામાં સિંહોને અહીંનું વાતાવરણ માફક આવી રહ્યું હોય તેમ અહીં સિંહોની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે, વન સૂત્રોનું માનીએ તો હાલ ગીર પૂર્વ સહિતના વિસ્તારમાં ૫૦થી વધુ સિંહ બાળો ઉછરી રહ્યા છે તેમજ અમરેલીના બૃહદ ગીરમાં રાજુલા જાફરાબાદ સહિત રોહિસા, વિકટર, ટીંબીમાં પણ ૪૦થી વધુ સિંહ બાળ મુક્તપણે ઉછરી રહ્યા છે. જેમાં જાફરાબાદ ખાતેમાં વિનાના ૫ સિંહ બાળને તો વન વિભાગ જ હાલ જતન માની જેમ કરી રહ્યું છે. જેમાંના ૨ સિંહ બાળોને હાલમાં જ સકરબાગ ખાતે શિફ્ટ કરાયા છે તેમજ આ રીતના માં વિનાના પાંચ વધુ સિંહ બાળ વડાલ તેમજ પીઠવડીમાં આવેલ ભગીરથ ભાઈ પીઠવડીની વાડીમાં રાખી તેની જાળવણી સાવરકુંડલા રેંજના તાબાના તત્કાલીન આર.ફ.ઓ. રામભાઈ મોર દ્વારા કરાઈ હતી અને બાદમાં આ પાંચેય સિંહ બાળોને જસાધાર શિફ્ટ કરાયા હતા. જે સિંહ બાળો થઇને અમરેલીમાં સિંહ બાળો જ ૧૦૦થી વધુ થઇ જવા પામ્યા છે. જેથી ૩૦૦ સિંહોમાં ૧૦૦થી વધુ તો સિંહ બાળો જ નોંધાયા હોય, અમરેલી જિલ્લો સિંહ સંરક્ષણમાં કદાચ પ્રથમ છે જે ટકાવારી પ્રમાણે સિંહોનો ૫૭% જેટલો ગ્રોથ અમરેલીમાં વધી રહ્યો હોયનું ફલિત થઇ રહ્યું છે. જૂનાગઢ સાસણ ગીરમાં સિંહો એક સમયે હતા જે હવે અમરેલીમાં વ્યાપ વધારી રહેતા જંગલ સાવ સુનું સુનું હોય તેવો ભાસ થઇ રહ્યો હોય. આ સિંહ સંરક્ષણની ઉમદા કામગીરીને યુવા અગ્રણી રણજીત ભાઈ કાછડીયા, પર્યાવરણ વિર્દ ચિરાગ આચાર્ય સહિત મન્ગલું ભાઈ ખુમાણ દ્વારા બિરદાવાઈ રહી છે નું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે.