ગીરગઢડા ગામે સાત ગામના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યો

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૦
ગીર સોમનાથ જિલ્લાના નવરચિત ગીરગઢડા તાલુકાના દ્રોણ, ખિલાવડ, કોદિયા, ઇટવાયા, ઝુડવડલી, ફાટસર સહિતના ગામોને જોડતો ધોકડવા સુધીનો મુખ્યમાર્ગ ઘણા લાંબા વર્ષથી બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રોડ ઉપર દોઢથી બે-બે ફૂટના ખાડાઓ પડેલ હોય અને વાહન વ્યવહાર ચલાવવા અતિ મુશ્કેલ બની ગયેલ હોય આ રોડના નવીકરણ કરવા અથવાતો રિપેરિંગ કરવા સાતથી વધુ ગામોના લોકો વારંવાર રજૂઆતો કરતા હોય અને ગ્રામ પંચાયતના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય સામાજિક સંસ્થાઓ દ્વારા રસ્તાને મરામત કરવા અંગે સ્થાનિક કચેરી જિલ્લા કચેરી માર્ગ અને પંચાયત કચેરીના અધિકારીઓ રાજનેતાઓ અને હોદ્દેદારોને રજૂઆતો કરવા છતાં સરકારની કરોડો રૂપિયાની જિલ્લામાંથી ગ્રાન્ટો આવવા છતા આ રસ્તાના કામો ન થતા હોવાના કારણે લોકો ત્રાસીને રસ્તાઓને ચક્કાજામ કરી ઉપવાસ આંદોલન છેડી દેતા તંત્ર દોડી ઉઠેલુ અને આંદોલનકારીના ૧૩ આગેવાનોની અટક કરી લેવાયેલ હતી. ગીરગઢડાના આગેવાન બાલુભાઇ હિરપરા, હિંમતભાઇ મકાણી, હસમુખભાઇ અણદાણી, મનુભાઇ શિયાળ, ગભરૂભાઇ જાદવ, આલોકભાઇ વાળા, ગુણવંતભાઇ કાછરિયા, સંભુભાઇ ડાભી, બાલુભાઇ દોમડિયા, રજાકભાઇ હાજીભાઇ , કાળુભાઇ શિયાળ, શીવલાલભાઇ શિંગાડા, ઇશ્વરભાઇ જાદવની અટક કરી લેવાતા લોકોમાં રોષ વ્યાપી જતા પોલીસે આંદોલન કારીઓને તાત્કાલિક મુક્ત કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks