જ્યાં સુધી અમારી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : ગીતા પટેલ

અમદાવાદ, તા.૪
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો અગિયારમો દિવસ છે ત્યારે ભાજપના બે પૂર્વ દિગ્ગજો શુત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા તેના સમર્થનમાં આવતા એક તરફ રાજકારણ ગરમાયું છે. ત્યારે હાર્દિક પારણા કરવા તૈયાર છે તેવા પાટીદાર સંસ્થાઓના નિવેદન મામલે પાસના કન્વિનર ગીતા પટેલ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવી કોઈ વાત થઈ નથી. અમારી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
દિવસે મંગળવારે બપોરે પાટીદાર અગ્રણી આમરણાંત ઉપવાસના અગિયારમાં સી.કે. પટેલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સોમવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પારણા કરવા માટે તૈયારી દર્શાવી હતી. જો સમાજની ૬ સંસ્થાઓ મળીને પારણા કરાવે તો એને પારણા કરવાની તૈયારી છે, તેવું સી.કે.પટેલે કહ્યું હતું. પરંતુ આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ(ઁછછજી) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઁછછજીના કન્વીનર ગીતા પટેલે આ અંગે કહ્યું હતું કે, આવી કોઈ વાત નથી થઈ. હાર્દિક કે ઁછછજી તરફથી પારણા કરાવવા સંસ્થાઓને કહેવામાં આવ્યું નથી. પહેલા અમારી તૈયારી એ છે કે, પહેલા તો અમારી ત્રણ માંગ સ્વીકારવામાં આવે અને ત્યારબાદ જ પારણાનો પ્રશ્ન થશે. મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું કે, ૬ સંસ્થા તરફથી હાર્દિક પારણા માટે તૈયારી દર્શાવી છે તેવું જાણવા મળ્યું હતું. પણ આ વાત ખોટી છે.
ઉમિયા ધામ સંસ્થાનની મીટિંગ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સી.કે.પટેલે જણાવ્યું હતું કે, સમાજની સંસ્થાઓ હોય તો તે સમાજની ચિંતા કરતી હોય. સમાજની ચિંતા અને સમાજના પ્રશ્નોની સરકાર સાથે રજૂઆતો થતી રહેતી હોય છે. પણ અત્યારે વિશેષ મુદ્દાઓને લઈને ૬ સંસ્થાના અગ્રણીઓ સરકારને મળશે અને આ વિષયોની ગંભીરતાથી સરકાર સાથે ચર્ચા કરશે અને આ સમસ્યાઓના સમાધાનના રસ્તાઓ સરકાર તરફથી મેળવશે. પાટીદાર સમાજના અનામત અને ખેડૂતોના દેવા મુદ્દે પહેલા પણ સરકાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હવે આ મુદ્દે સરકાર સામે વિશેષ રજૂઆત કરવામાં આવશે. આંદોલન સમયે પાટીદારો પર જે કેસ થાય હતા તે કેસને પાછા ખેંચવાની ચર્ચા પણ સરકાર સાથે કરવામાં આવશે. હાર્દિક આજે અગીયાર-અગીયાર દિવસથી ઉપવાસ પર છે, તેને ધ્યાનમાં રાખીને ગઇકાલે હાર્દિક તરફથી એકવાત આવી હતી કે, જો સમાજની ૬ સંસ્થાઓ મળીને પારણા કરાવે તો એને પારણા કરવાની તૈયારી છે. સામે વિશેષ રજૂઆત કરવામાં આવશે. આંદોલન સમયે પાટીદારો પર જે કેસ થાય હતા તે કેસને પાછા ખેંચવાની ચર્ચા પણ સરકાર સાથે કરવામાં આવશે. હાર્દિક આજે અગીયાર-અગીયાર દિવસથી ઉપવાસ પર છે, તેને ધ્યાનમાં રાખીને ગઇકાલે હાર્દિક તરફથી એકવાત આવી હતી કે, જો સમાજની ૬ સંસ્થાઓ મળીને પારણા કરાવે તો એને પારણા કરવાની તૈયારી છે. સી. કે. પટેલે ઉમિયા માતાજી સંસ્થાનની મીટિંગ બાબતે જણાવતા કહ્યું કે આજે મળેલી અમારી બેઠકમાં અનામતના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને સરકાર સાથે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવશે.
આ અંગે પાસના કન્વીનર ગીતા પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે બેઠકમાં શું ચર્ચા થઈ તેનો ખ્યાલ નથી પણ અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks