નલિયાની નિર્ભયાના ન્યાય માટે યોજાયેલ જાહેર સભામાં કર્મશીલ દ્વારા
અમદાવાદ,તા.૬
વડાપ્રધાન ૮મી માર્ચે આવવાના હોય તો તમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જાહેરસભા ન કરી શકો. આ ક્યા પ્રકારનો વિકાસ છે ? સલમાનખાનને ચિંકારા કેસમાં જામીન મળશે કે નહીં ? બધાને ખબર પડી જાય. જ્યારે નલિયા દુષ્કર્મકાંડમાં પીડિતો ન્યાય મળશે કે કેમ ? કોને ખબર જ્યારે એક તરફ નલિયા પીડિતા નિર્ભયા ન્યાય માટે લડી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં મહિલા સરપંચોનો સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે આવા સમયે મહિલા સરપંચો ક્યા મોઢે સરકારના સંમેલનમાં જઈ રહી છે ? ખરેખર તો મહિલા સરપંચોએ આવા કાર્યક્રમનો બહિષ્કાર કરવો જોઈએ. વડાપ્રધાન મોદી હજુ કેમ નલિયા દુષ્કર્મકાંડ મામલે મૌન છે ? એમ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે નલિયા ઘટના સાથે નિસ્બત ધરાવતા નાગરિક મંચના નેજા હેઠળ યોજાયેલ એક જાહેરસભામાં ઓલ ઈન્ડિયા ડ્ઢર્જીંના ગુજરાતના પ્રમુખ ભાવિક રાજાએ જણાવ્યું હતું. ૧૬મી ફેબ્રુઆરીએ મહિલા સંગઠનો ટ્રેડ યુનિયનો, કર્મશીલો વગેરે દ્વારા નલિયા ઘટના સાથે નિસ્બત ધરાવતા મંચની રચના થઈ હતી. આ મંચ દ્વારા ૬ માર્ચના રોજ અમદાવાદ ખાતે એક જાહેરસભા યોજાઈ હતી જેમાં વિવિધ મહિલા સંગઠનો તેમજ કર્મશીલો જોડાયા હતા. આ સત્તામાં બોલતા ‘અવાજ’ના સારા બાલ્દીવાળાએ હવે સંગઠિત થઈ ન્યાય માટેનો અવાજ બુલંદ કરવો જ પડશે જો આજે ચૂપ રહ્યા તો આ રેલો આપણા ઘર સુધી આવે તો નવાઈ નહી. જ્યારે સ્જીડ્ઢના સેક્રેટરીએ નલિયા દુષ્કર્મ મામલે શાસક પક્ષ અને વિપક્ષની મિલીભગત તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે સીતાહરણ કરનારા રાવણ અને ચીરહરણ કરનારા કૌરવોનો નાશ થયો હતો. જેને શાસક પક્ષનું પીઠબળ છે તેવા નલિયા દુષ્કર્મકાંડ આચરનારાઓનો નાશ થશે ?
આ તબક્કે, આ નાગરિક સભામાં નલિયાની ‘નિર્ભયા’ને ન્યાય માટે, મંચ તરફથી સરકાર સમક્ષની માંગણીઓ દોહરાવવામાં આવી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સીધી નિગરાની હેઠળ આ સમગ્ર ઘટનાની તપાસ એટલે કે ૩પ મહિલાઓનું ૬પ વ્યક્તિઓ દ્વારા શોષણ સહિત, વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી (ગુજરાત) પાસેથી સી.ડી. મેળવીને આ સમગ્ર પ્રકરણની તપાસનો સમાવેશ કરવો આ તપાસ ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે ત્રણ માસની અંદર પૂરી થાય. આ સમગ્ર કિસ્સામાં, આરોપીઓને પરોક્ષ રીતે છાવરનાર કચ્છ-મોરબીના ચૂંટાયેલા સાંસદ, પોલીસ અને ગૃહખાતામાં જવાબદારોને પણ સજા કરો. રાજ્ય મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગની જવાબદારી પણ નક્કી કરો. આ ઘટનાનો ભોગ બનનાર દીકરીને ખાસ કિસ્સામાં રૂા.૧૦ લાખની રાજ્ય સરકાર તરફથી તત્કાળ આર્થિક સહાય અને આ દીકરીના સંપૂર્ણ પુનર્વસનની જવાબદારી રાજ્ય સરકાર સ્વીકારે. ગૃહ ખાતાએ સમયાંતરે એટલે કે દર અઠવાડિયે તપાસ સંબંધી પ્રગતિ અહેવાલ પ્રજા સમક્ષ રજૂ કરવો જોઈએ. આ સભામાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા બધા સાથે મળી લડશે તો સરકારને નમવું જ પડશે તેવો સૂર વહેતો થયો હતો. સભાને અંતે સરદાર પટેલ સ્મારક ભવનની બહાર નીકળી ઉપસ્થિત તમામે ન્યાય માટેના પોકારને બુલંદ કરવા સૂત્રોચ્ચાર કરી પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. જ્યારે ન્યાય માટે વિધાનસભા ઘેરાવની તૈયારી પણ બતાવી હતી.