પર્યાવરણવિદ માધવ ગાડગીલની ચેતવણી ગોવાના હાલ પણ કેરળ જેવા થઇ શકે છે

(એજન્સી) તા.૨૦
જાણીતા પર્યાવરણવિદ માધવ ગાડગિલે એવી ચેતવણી આપી છે કે જો ગોવા પર્યાવરણના મામલે તકેદારી નહીં દાખવે તો તેની હાલત પણ પૂરથી તારાજ અને તબાહ થયેલા કેરળ જેવી થઇ શકે છે. ગાડગિલે જણાવ્યું હતું કે કેટલાક અન્ય રાજ્યોની જેમ ગોવામાં પણ એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેની પાછળનો એક માત્ર ઇરાદો અમર્યાદ નફો રળવાનો છે.
તેઓ થોડા સમય પૂર્વે ચર્ચાસ્પદ બનેલ ‘પશ્ચિમી ઘાટ સંબંધીત રિપોર્ટ’ લખનાર સમિતિના અધ્યક્ષપદે હતા. તેમણે કેરળના વિનાશક પૂર અંગે કહ્યું હતું કે ચોક્કસપણે તમામ પ્રકારની સમસ્યાઓ પશ્ચિમી ઘાટના પર્યાવરણ મોરચે વાસ્તવિક સ્તરે સામે આવશે. આમ તો ગોવામાં પશ્ચિમી ઘાટ કેરળ જેટલો બહુ ઊંચો નથી. પરંતુ મને ખાતરી છે કે ગોવાને પણ પ્રચંડ પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
ગાડગિલે જણાવ્યું હતું કે કોઇપણ પર્યાવરણ સંબંધીત તકેદારી નહીં રાખવાનું કારણ સંપૂર્ણપણે નફાખોરી કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું હતું કે તમે ગોવામાં પણ જોયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઠીત ન્યાયમૂર્તિ એમ બી શાહ આયોગે ગેરકાયદે ખનનથી રૂા.૩૫૦૦૦ કરોડનો નફો કમાવવાનું અનુમાન લગાવ્યું છે. તેમણે પશ્ચિમી ઘાટની ચર્ચા કરતા જણાવ્યું હતું કે પથ્થર ખનનમાં પુષ્કળ નફો મળે છે જ્યારે તેમાં રોકાણ નહીવત જેવું હોય છે. તેમણે જણાવ્યું હતું કે નફાની લાલચ પર કોઇ રોક લગાવવામાં આવી નથી. સરકાર પર્યાવરણના નિયમોનો અમલ કરવામાં શિથિલ અને નિષ્ક્રિય રહી છે. ગાડગિલે આયર્ન ઓર ખાણ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અને તેના એન્વાયરનમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટના રિપોર્ટ પર ગોવાના પર્યાવરણનો વ્યાપક અભ્યાસ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks