ગઠબંધનના દબાણને કારણે ગોવાના મુખ્યપ્રધાન હવે ગર્જના કરતા વાઘ નહીં પરંતુ મ્યાઉં કરતી બિલ્લી બની ગયા છે : કોંગ્રેસ

(એજન્સી) તા.૨૩
ગોવા કોંગ્રેસના વડા ગિરીશ ચોડાંકરે રવિવારે મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગઠબંધનના દબાણ અને મુખ્ય પ્રધાનની ખુરશી માટેના પોતાના પ્રેમને કારણે તેઓ હવે વાઘમાંથી મ્યાઉં કરતી બિલાડી બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એક કઠપૂતળી જેવો વ્યવહાર કરી રહ્યા છે અને પોતાની ખુરશી બચાવવા માટે ભાજપના ગઠબંધન પક્ષોની ગેરવાજબી માગણીઓને પૂરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે એક સમયે ગોવાની રાજનીતિમાં પર્રિકરની પ્રતિષ્ઠા ગર્જના કરતા વાઘ જેવી હતી પરંતુ તે હવે ઘટીને બિલાડી જેવી થઇ ગઇ છે. મુખ્ય પ્રધાન પર્રિકર હવે ગોવા ફોર્વર્ડ જેવા ગઠબંધન ભાગીદારોની કઠપૂતળી બનીને રહી ગયા છે જેના નેતા વિજય સરદેસાઇએ તાજેતરમાં ફોર્માલિન વિવાદ બાદ માછલી માફિયાઓ પાછળ છૂપાયેલા લોકોને બચાવવાની કોશિષ કરી રહ્યા છે.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાખો ગોવાવાસીઓ માછલીને પસંદ કરે છે પરંતુ રાજ્ય સરકારે તેમના પસંદગીના ભોજન પર જોખમના વાદળો બાંધી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પર્રિકર એક વખત વાઘ તરીકે ઓળખાતા હતા પરંતુ હવે તેઓ મ્યાઉં કરતી બિલ્લી પણ નથી રહ્યા. પર્રિકરની સ્થિતિ અંગે જરા વિચારો, તેઓ પોતાની ખુરશીમાં ફસાઇ ગયા છે અને અંધ બની ગયા છે. તેઓ માત્ર પોતાની ખુરશી બચાવવા માટે માછલી માટે રક્ષણમાં લેવાતા ફોર્માલીનના મુદ્દે કોઇ પણ સમજૂતી કરવા તૈયાર છે.
ગોવામા ંભાજપની ગઠબંધન સરકાર માછલીના વેપારીઓ પ્રત્યે કૂણું વલણ અપનાવવાને કારણે નિશાન પર છે. ગોવામાં તાજેતરમાં બહારથી આવેલ માછલીના કન્સાઇન્મેન્ટમાં ખતરનાક ફોર્માલીન મળી આવ્યું છે. ગોવા વિધાનસભાનું વર્તમાન ચોમાસુ સત્ર કોંગ્રેસ દ્વારા ફોર્માલીન વિવાદની તપાસની માગણી બાદ સતત બે દિવસ સુધી મોકૂફ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks