ગોડસે અને આપ્ટેની ફાંસી સામે પણ ગાંધીજીના પુત્રોએ દયા અરજી કરી હતી : ગોપાલકૃષ્ણ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
મહાત્મા ગાંધીની હત્યા બાદ તેમના પુત્રો મણિલાલ ગાંધી અને રામદાસ ગાંધીએ ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને માફી આપવા માટે સરકારને વિનંતી કરી હતી. ગાંધીનો જવાબ ગાંધી વિચારોથી જ હતો. તેમણે ફકત ગોડસેને જ નહીં પરંતુ ઘટનાસ્થળે ઊભેલા આપ્ટેને પણ માફી અંગે સરકારને દયા અરજી કરી હતી. જેમને ૧૯૪૯માં ફાંસી અપાઈ હતી. વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ હાલમાં યાકુબ મેમણની ફાંસીના વિવાદ પર બોલતાં વધુમાં કહ્યું હતું કે તેમની ફાંસીના વિરોધની અપીલ વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક હતી. પરંતુ કોમી પરીબળો તેમના રાજકારણને આગળ ધપાવવા બદલાની ભાવનાથી બદનામ કરી રહ્યા છે. કેરળના એનડીએના ઉપાધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે માઈક્રો બ્લોગ લખી શું સામૂહિક હત્યા કરનારાને બચાવનાર ઉપરાષ્ટ્રપતિ બનશે ? ચંદ્રશેખર સરનવ ગોસ્વામીનો ફિનાન્સિયર કંટ્રોલર છે. દરમિયાન ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટેકો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય ભાજપના પ્રમુખ બસંત પાંડાએ પણ ગોપાલ કૃષ્ણ ગાંધી પર યાકુબ મેમણને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકયો છે. ગોપાલ કૃષ્ણને મીરાંકુમાર કરતાં વધુ ટેકો મળી રહ્યો છે. નવીન પટનાયક અને નીતિશકુમાર એનડીએમાંથી ખસી જઈ ગોપાલ કૃષ્ણ ગાંધી તરફી ટેકાની જાહેરાત કરી છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે, રાજકારણમાંથી સામાન્ય માણસનો વિશ્વાસ ઉઠી ગયો છે તેને પુનઃસ્થાપિત કરવાનું કામ છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ સંસદના દરેક સાંસદને વ્યક્તિગત પત્ર લખી દરેકને આ મુદ્દે સ્પષ્ટતા કરવા જઈ રહ્યા છે. વિપક્ષોએ પત્રનો વીડિયો બનાવી પ્રચારને વેગવંતો બનાવવા પ્રયાસ કર્યો. ટીએમસીએ ૧ હજાર પોસ્ટ કાર્ડ ખરીદી ગોપાલ કૃષ્ણ ગાંધીના સમર્થનમાં પત્ર લખવાનો નિર્ણયો કર્યા છે.
ઉપરાષ્ટ્ર પદના વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે તેમણે મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કર્યો હતો. ફાંસીની સજા ખોટી અને મધ્યયુગી છે. તેથી યાકુબ મેમણને ફાંસીથી બચાવવા પ્રયાસ કર્યો હતો. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે ફાંસીની સજા યોગ્ય નથી. તેમણે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર પાસેથી પ્રેરણા લીધી છે. તેઓ દેહાંતડદંડની સજાના વિરોધી છે. તેથી તે નાબૂદ કરવી જોઈએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સીતારામ યેચુરી, ડી.રાજા તારીક અનવર, પ્રફુલ પટેલ, ફારૂક અબ્દુલ્લાહ, કનીમોઝીની હાજરીમાં તેમણે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું કે તેઓ દેશના સામાન્ય નાગરિકોને ટેકો કરે છે. કોઈ રાજકીય પક્ષોને નહીં. તેથી તેઓ લોકો અને રાજકારણ વચ્ચે એક સેતુ બનવા માંગે છે. હાલમાં દેશમાં વિભાજનવાદી પરિબળો માથું ઊંચકે છે. જે દેશના વિભાજન તરફ આક્રમક બન્યા છે. તે ખતરારૂપ છે. શિવસેના તેની વિચારધારા મુજબ જે કહે તે પરંતુ મૃત્યુદંડની જોગવાઈનો વિરોધ કરૂં છું. હાલમાં કુલભૂષણ જાધવને ફાંસીની સજા સામે વિરોધ થઈ રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks