National

પિતાને મારથી બચાવવા પુત્રએ સૈન્યના ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો

(એજન્સી) કુલગામ,તા.૨૦
સરકારી સૈન્ય દ્વારા પોતાના પિતાને માર ખાતા હોવાનું સાંભળીને ૨૭ વર્ષીય એજાજ અહમદ ભાટ તેમને બચાવવા દોડ મૂકી હતી. તે પોતાની પત્ની અને બાળકો સાથે સબંધીઓના ઘરેથી પાછો આવી રહ્યો હતો. અચાનક જ તેને માલુમ પડ્યું કે તેના પિતા બશીર અહમદને સૈન્ય દ્વારા ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. ત્યારે એજાજે પોતાના બાળકો અને પત્નીને છોડીને તેના પિતાને બચાવવા દોડ્યો હતો. ઘટનાસ્થળ પર કેટલાંક લોકોને સૈન્ય દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો. જેમાં એજાજના પિતા બશીર અહમદ પણ સામેલ હતા. ત્યાં હાજર રહેલા સાક્ષીઓ મુજબ એજાજને ખૂબ જ નજીકથી શોર્ટ રેન્જમાં છાતી પર ગોળી મારવામાં આવી હતી. અને તે ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. એજાજ એક દુકાન ચલાવતો હતો અને તે પોતાના પતિ પત્ની અને બાળકો સાથે સંબંધીઓના ઘરેથી પાછો આવી રહ્યો હતો. ત્યારે કોઈ એ તેને જણાવ્યું કે, તેના પિતાને સરકારી જવાનો દ્વારા ઘણા લોકો સાથે પકડ્યા છે અને તેઓને ઢોરમાર મારી રહ્યા છે. મુઝફર અહમદએ જણાવ્યું. એજાજને અનંતનાગ જિલ્લા ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ખૂબ જ વાર થઈ ગઇ હતી. સ્થાનીય લોકોનું કહેવું છે કે, સરકારી સૈન્ય દ્વારા ઘણા સમયથી અખરાન, નોવપોરા અને અન્ય ગામોમાં લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. સરકારી સૈન્ય લોકો પાસેથી તેમના ફોન અને આધાર કાર્ડ છીનવી લઈ તેઓને માર મારે છે અને કેમ્પમાં હાજર થવાનું કહે છે. મોહમ્મદ શફીએ જણાવ્યું. શફીએ જણાવ્યું કે, કોઈક વાર સૈન્ય બેવાર ગામમાં આવે છે. સવારે અને બપોરે ત્યારબાદ ઘણા બધા લોકોના મોબાઈલ લઈને જતા રહે છે. ત્યારબાદ સાંજે ફરી પાછા આવતા કોઈપણ આરોપ વગર મોબાઈલ છીનવીને ગામના લોકોને ઢોરમાર મારે છે. અને ઘણા ઘરોને પણ નુકશાન કરે છે. જો કેટલાક યુવાનો પથ્થરો વડે તેમનો સામનો કરે છે તો તેઓ જરા પણ સમય બગાડ્યા વગર અંધાધૂંધ ફાયરીગ શરૂ કરી દે છે તેણે જણાવ્યું. “આ એક ઠંડા કલેજે હત્યા છે” આખરણ-નોવપોરા ક્ષેત્રના ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર નેતા અને પાર્ટીના પ્રેસિડેન્ટ સરતાજ અહમદ મદની કહ્યું.