મેલબોર્ન, તા. ૨૫
વૈજ્ઞાનિકોએ ગૂગલ અર્થ ઇમેજરીની મદદથી સઉદી અરબમાં પથ્થરના ૪૦૦ એવા માળખા શોધી કાઢ્યા છે જેનો પહેલા ક્યારેય કોઇ દસ્તાવેજોમાં ઉલ્લેખ નહોતો. આ માળખાને ‘ગેટ્સ’ના નામથી ઓળખાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સંશોધનકાર ડેવિડ કેનેડીએ જણાવ્યું હતું કે, સઉદી અરબને મુખ્ય રીતે વેરાન પર્વતો અને રણ માટે ઓળખવામાં આવે છે પરંતુ તેમાં મોટી સંખ્યામાં પુરાત્વ સ્થળો પણ છે. આ બાબતોની હજુ શોધ કરવાની બાકી છે અને તેને નોંધવા તથા નકશામાં ઉમેરવાનું બાકી છે. કેનેડીએ કહ્યું કે, જમીનના સ્તરે લોકો તેને એ રીતે જોઇ શકતા નથી કે, તમને સમજાઇ શકે પરંતુ જ્યારે તમે ૧૦૦ ફૂટ ઊંચે જાવ અથવા વધુ ઉપર ઉપગ્રહથી વધુ સુંદર લાગે છે. ગૂગલ અર્થમાંથી મળેલા દૃશ્યોમાંથી આ માળખામાં પડેલા દ્વારોની જેમ લાગી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું આને ગેટ્સ નામ આપી રહ્યો છું કેમ કે જ્યારે તમે તેને ઉપરથી જુઓ છો ત્યારે ખેતરમાં પડેલા સામાન્ય દ્વારની જેમ પ્રતીત થાય છે. સંશોધનકારોએ કહ્યું છે કે, આ માળખા એવા પ્રતીત નથી થતા કે, ત્યાં લોકો રહે છે અને એવા પણ નથી લાગતા કે, જાનવરોને ફસાવનારા જાળ અથવા મૃતદેહોના નિકાલસ્થળ પ્રતીત થાય છે. એ એક રહસ્ય છે કે તેનો ઇરાદો શું હશે. તેમણે કહ્યંુ કે, આ અંગે વધુ જાણકારી નથી કે, આ માળખા કેવા લોકોએ બનાવ્યા છે પરંતુ એવું માનવામાં આવે છે કે, તેમનુ નિર્માણ ૨૦૦૦થી ૯૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હોય.