International

સંરક્ષણ સ્થળના ફોટાઓ ઝાંખા ન કરવાને લઈ બેલ્જિયમ ગૂગલ પર કેસ કરશે

(એજન્સી) બ્રસેલ્સ, તા.ર૯
બેલ્જિયમનું સંરક્ષણ મંત્રાલય ગૂગલ પર સંરક્ષણ સ્થળના સેટેલાઈટ ફોટાઓ ઝાંખા (બર્લર) ન કરવાને લઈ કેસ કરશે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ એક રાષ્ટ્રીયની સુરક્ષાનો સવાલ છે. ગૂગલની પાસે મિલિટ્રી સાઈટ અને અન્ય ખૂબ જ સેન્સેટિવ વિસ્તારના સેટલાઈટ ફોટાઓ છે. જે-તે બર્લર નથી કરી રહ્યો. આ ફોટાઓ ગૂગલની સેટેલાઈટ મેપિંગ સાઈટ સર્વિસ પર ઉપલબ્ધ છે. મંત્રાલય હવે ગૂગલ પર દાવો કરશે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું. કોઈપણ માહિતી આપ્યા વગર ગૂગલે સેન્સેટિવ વિસ્તારના ફોટાઓ ગૂગલ અર્થ પર નાખી દીધા હતા. ગૂગલે બીજી સરકારોની શરતોનું પાલન કર્યું છે. જેમાં તેણે ગૂગલ અર્થ, ગૂગલ મેપ અને સ્ટ્રીપવ્યુમાં સુરક્ષા કારણોસર સેન્સેટિવ વિસ્તારના ફોટાઓ હટાવી દીધા છે. ગૂગલના આલ્ફાબેટ યુનિટના એક કર્મચારીએ કહ્યું કે, બેલ્જિયમ સાથે કામ કરતા અમને બે વર્ષથી વધુ થઈ ગયા અને સંરક્ષણ મંત્રાલયના મુદ્દા પર કામ કરી રહ્યા છીએ. બેલ્જિયમના ગૂગલના પ્રવક્તા મિચેલ સ્લેટ્‌સએ જણાવ્યું કે, આ નિર્ણયને લઈ બેલ્જિયમ સંરક્ષણ વિભાગને આ નિર્ણય લેવા માટે શરમ આવવી જોઈએ અમને કામ કરતા બે વર્ષથી વધુ થઈ ગયા અમે મેપમાં ફેરફાર કરાવવા કહી શકીએ અને આ કાયદેસર પણ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

    (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
    Read more
    International

    ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

    (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
    Read more
    International

    ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

    (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.