ગોપનિયતાને મૂળભૂત અધિકારનો દરજ્જો મળેલ નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડની ગોપનિયતાના અધિકાર વિશેના કેસની સુનાવણી ૯ જજોની બંધારણીય બેંચ કરી રહી છે. એ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફે રજૂઆત કરતાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે ગોપનિયતાનો અધિકાર મૂળભૂત અધિકારનો દરજ્જો ધરાવતો નથી.
ગોપનિયતા બંધારણના અનુચ્છેદ ર૧ના જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે પણ એક સ્વતંત્ર મૂળભૂત અધિકાર નથી. કેન્દ્ર સરકારે આ પહેલા પણ રજૂઆતો કરી હતી કે ગોપનિયતાના અધિકારને આગળ ધરી આધારકાર્ડનો વિરોધ કરી શકાય નહીં કે આના લીધે ગોપનિયતાના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે જે બંધારણના અનુચ્છેદ ર૧ હેઠળ અપાયેલ છે.
વેણુગોપાલે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ જાણીબુઝીને ગોપનિયતાના અધિકારનો સમાવેશ મૂળભૂત અધિકારોમાં કર્યું નથી. જીવન જીવવાના અધિકારના ઘણા બધા પાસાઓનો સમાવેશ કરાયેલ છે. જેમ કે ખોરાક મેળવવાનો અધિકાર, આશ્રમ અને રોજગાર મેળવવાનો અધિકાર પણ એ બધા અધિકારો મૂળભૂત અધિકારોના દરજ્જો ભોગવતા નથી. જીવન જીવવાનો અધિકાર એ સંપૂર્ણ નથી અને એ અધિકાર ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકી શકાય છે એ બંધારણનો જ એક ભાગ છે. અરજદારોની માગણી હતી કે ગોપનિયતાના અધિકારને સંપૂર્ણપણે મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવે પણ એના ગંભીર પરિણામો આવી શકે છે. એમણે કહ્યું કે વર્લ્ડ બેંકે પણ આધાર યોજનાને વિકાસશીલ દેશો માટેની એક સારી યોજના ગણાવી છે. ત્રણ રાજ્યો વતી રજૂઆતો કરનાર કપિલ સિબ્બલે કહ્યું કે અમારી સરકારો અરજદારોને ગોપનિયતાના અધિકાર બાબત સમર્થન આપે છે. જો કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના બંધારણોમાં પણ ગોપનિયતાનો અધિકાર જણાવેલ નથી પણ ત્યાં મૂળભૂત અધિકાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks