ગોરખપુર : ડો.કફીલખાનના ભાઈને ગોળી મરાઈ

(એજન્સી) લખનૌ, તા.૧૧
ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજના ચર્ચિત ડો.કફીલખાનના નાનાભાઈની રવિવારે બે અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. ગંભીર હાલતમાં તેમને શહેરના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાસ્થળ પર પહોંચેલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હુમલા અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અહેવાલ મુજબ, ડો.કફીલ અહમદ ખાનના નાના ભાઈ કાસિફ જમીલ રવિવારે રાત્રે ગોરખનાથ બસંતપુર મહોલ્લા સ્થિત પોતાના નિવાસસ્થાને બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરખનાથ પુલ નજીક જેપી હોસ્પિટલ પાસે ભૂરા રંગની એક્ટિવા પર સવાર બે અજ્ઞાત હુમલાખોરોએ એમને ઓવરટેક કર્યા હતા. કાસિફ કંઈ સમજે એના પહેલાં તો હુમલાખોરોએ તેમના પર તાબડતોબ ત્રણવાર ફાયરિંગ કર્યું. ગોળી કાસિફના ખભા, છાતી અને પીઠમાં ઘૂસી ગઈ હતી. ભાઈને ગોળી મારવામાં આવ્યા બાદ ડો.કફીલે જણાવ્યું કે હુમલાખોરોએ સીએમ આવાસથી પ૦૦ મીટરની દૂરી પર ભાઈને ગોળી મારી હતી. ગોળી કાસિફ જમીલના ગળાના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી. આસપાસના લોકો કંઈક સમજે એ પહેલાં હુમલાખોર ફરાર થઈ ગયા હતા. એક હુમલાખોરે હેલમેટ પહેર્યું હતું. રાદારીઓની મદદથી કાસિફને સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહેવાલ મુજબ કાસિફ જમીનના નાના મોટા કામ કરે છે. પરંતુ એમનું કોઈની સાથે જમીન અંગે કોઈ વિવાદ નથી.
ડીઆઈજી પ્રવીણકુમારે જણાવ્યું છે કે, હાલમાં ડો.કફીલખાનના ભાઈ કાસિફની હાલત ખતરાથી બહાર છે. ડો.કફીલના પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. એમણે કહ્યું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ પ્રકાશમાં આવ્યું છે. પોલીસ આ તમામ પોઇન્ટ પર તપાસ કરી રહી છે.
ઘટના બાદ ડો.કફીલે રાજ્ય સરકારને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે તેઓ હંમેશાથી જાણતા હતા કે તેઓ એમને મારવાના પ્રયત્નો કરશે. ડો.કફીલે કહ્યું કે મુજે પતા થા કિ મેરે પરિવાર કો ટારગેટ કિયા જાએગા. તેમણે કહ્યું કાસિફને થયેલ ગંભીર ઈજાને પગલે તેની ગોળી કાઢવી જરૂરી છે. પોલીસે ત્રણ કલાક સુધી ફોર્માલિટીમાં રોકી રાખ્યા છે કારણ કે તેમને મજબૂત પીઠબળ મળેલું છે. ડોક્ટરો ઓપરેશન માટે રાહ જોઈ રહ્યા છે અને પોલીસ કાસિફને ઓપરેશન માટે લઈ જવા દેતી નથી. એસએસપી મેડિકો લીગલની કાર્યવાહી ફરી કરવા મજબૂર કરી રહ્યા છે. આખરે સતત ત્રણ કલાક સુધી પોલીસની આનાકાની બાદ કાસિફનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ડોક્ટરોનું કહેવું છે કે હવે જમીન ખતરાથી બહાર છે.

મારા ભાઈને કેમ ગોળી મરાઈ, સારવાર માટે ત્રણ
કલાક રાહ જોઈ : ડો.કફીલખાને વીડિયો શેર કર્યો
ભાઈને ગોળી મરાયા બાદ ડો.કફીલખાને વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું કે મારા ભાઈની સારવાર કરવામાં ત્રણ કલાકનો વિલંબ કરવામાં આવ્યો હતો. કાસિફ જમીલને ગળાના ભાગે ગોળી મારવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. વીડિયો અનુસાર હોસ્પિટલની અંદર ઘાયલ કાસિફ સ્ટ્રેચર પર પડ્યો છે અને પોલીસ તથા તેના પરિવાર વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ રહી છે. આ દરમિયાન ઘાયલની સારવાર માટે કોઈપણ ડોક્ટર હાજર ન હતા. પોલીસ દલીલ કરતી હતી કે કાયદેસરની કાર્યવાહીને કારણે કાસિફને સરકારી હોસ્પિટલમાં લઈ જવો પડે. જો કે કાસિફને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કફીલખાને જણાવ્યું હતું કે, અમે પહેલાંથી જાણતા હતા કે અમારા પરિવારને નિશાન બનાવવામાં આવશે.
દરમિયાન ડો.કફીલે ગોરખપુર પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે, મુખ્ય હોસ્પિટલમાં મેડિકો કાયદેસર કરાવવામાં આવ્યું છે છતાં એસએસપી ચિકિત્સા બોર્ડ દ્વારા મેડિકલ કોલેજ ગોરખપુરમાં એક વધુ મેડિકો લીગલ કરવા મજબૂર કરવામાં આવી રહ્યા. એમણે કહ્યું કે, અત્યારે જમીલના ગળામાં ફસાયેલ ગોળીને કાઢવી જરૂરી છે. માટે ત્રણ કલાકથી રોકી રાખ્યા છે અને જમીલને ઓપરેશન માટે લઈ જવા દેતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts