(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
વિપક્ષે મોદીના ભાષણને ખૂબ જ નિરાશાજનક અને અર્થ વગરનું ગણાવ્યું છે. વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસના અવસરે આપેલા ભાષણનો વિપક્ષે ઉધડો લીધો હતો. કોંગ્રેસે મોદીના ભાષણને અર્થ વગરનું અને ખૂબ જ નિરાશાજનક કહ્યું હતંુ. સિનિયર કોંગ્રેસ પ્રવકતા આનંદ શર્માએ કહ્યું કે, મોદીએ ગોરખપુરની ઘટનાને કુદરતી આપત્તિઓ બતાવીને કોઈ સંવેદનાઓ બતાવી નથી. મોદીએ પોતાની સરકારની નિષ્ફળતાઓનો જવાબ આપવો જોઈએ. સ્વતંત્રતા દિવસના વડાપ્રધાન મોદીનંુ સંબોધન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ત્રણ વર્ષમાં મોદીએ તેમની સરકારની નિષ્ફળતા બતાવવી જોઈએ. સરકારે ખાસ કરીને લોકોને અને યુવાનો અને ખેડૂતોને કરેલા વાયદાઓ ગણાવા જોઈએ. કાશ્મીરીઓ સાથે ઝઘડીને નહીં પણ ગળે મળીને રહેવાના નિવેદન પર શર્માએ કહ્યું કે, કાશ્મીરીઓને ગળે જ નથી લગાવાના તેમની દરેક મુશ્કેલીઓ અને દેશની સર્વસંમતિથી દૂર કરવાની છે.