ઉમરપાડામાં સરકારી નોકરી અપાવવાના બહાને યુવક સાથે ઠગાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.ર૫
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે રહેતાં અરવિંદ નટવર વસાવાએ ચીટર અનિલ ઉગેરીજીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી અનિલે ફરિયાદી અરવિંદ વસાવાને નવસારી કલેક્ટર કચેરીમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે નિમણૂકના ઓર્ડર કઢાવવા માટે રૂા.૩૧,૫૦૦ પડાવી લીધા હતા. તેમજ મોટી દેવરૂપણ ગામના ખનોરા ફળિયામાં રહેતા ચેતનભાઈ બહાદુરભાઈ વસાવાને નવસારી તાલુકા પંચાયતમાં નોકરી અપાવવાનો વિશ્વાસ આપી રૂા.૩૧,૦૦૦ પડાવી લીધા હતા.
ઉમરપાડા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી પો.સ.ઇ.વી.એન.તડવીએ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ સરકારી નોકરીના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks