GPD ગ્રોથ ઘટીને પ.૭ ટકા સાથે ત્રીજા વર્ષના સૌથી નીચલા સ્તરે : GST અને નોટબંધી મુખ્ય પરિબળો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
નોટબંધીને પગલે ભારતીય અર્થવ્યવસ્થાને સૌથી મોટો ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂનના ત્રણ માસમાં જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ ઘટીને પ.૭ ટકા પર પહોંચી ગયો છે. ગત ત્રણ મહિનાનો જીડીપી ગ્રોથ ૬.૧ ટકા હતો. તેના પહેલા જીડીપીની ઝડપ ૭.૯ ટકા હતી. આ તેનું ત્રણ વર્ષનું સૌથી નીચું સ્તર છે.
હાલમાં જ કરવામાં આવેલા પોલમાં ૩૦થી વધુ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૬ ટકાની આસપાસ રહેશે. આ જીડીપી ગ્રોથ રેટ માર્ચ ૨૦૧૬ બાદથી સૌથી ધીમી ગતિનો દરેક ત્રિમાસિક ગાળાનો ગ્રોથ રેટ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ધીમી ગ્રોથરેટ માટે કેટલાક કારણો છે જે પૈકી નોટબંધીના કારણને મુખ્યરીતે ગણવામાં આવે છે. આ ઉપરાંત જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ આને લઇને પણ કેટલીક દુવિધાભરી સ્થિતિ રહી હતી. પોલમાં અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે, જીએસટીને લઇને અનિશ્ચિતતા હજુ થોડાક સમય સુધી રહે તેવી શક્યતા છે. પહેલી જુલાઈના દિવસે જીએસટી વ્યવસ્થાને દેશભરમાં અમલી કરી દેવામાં આવી હતી. ભારતભરમાં તમામ રાજ્યો હવે એક રેટ અને એક માર્કેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રોથનો વર્તમાન દરનો મતલબ એ છે કે, ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી એક છે. અલબત્ત તે ચીનથી પાછળ છે પરંતુ વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રમાં ભારત સ્થાન ધરાવે છે. ચીનમાં ગ્રોથરેટ ૬.૯ ટકા નોંધાયો છે. ગ્રોથરેટને લઇને અર્થશાસ્ત્રમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તી રહ્યા હતા. શુક્રવારના દિવસે ઓગસ્ટ મહિના માટેના પીએમઆઈના આંકડા જારી કરવામાં આવનાર છે. તેના ઉપર પણ નજર રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks