ગ્રામજનોએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો તથા વાહનોની તોડફોડ કરતા ર૮ સામે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૪
આણંદ તાલુકાના મોગર ગામે જુગારની રેડ દરમિયાન પકડાયેલા આરોપી યુવકનું મોત થતાં જે મામતે ગ્રામજનોએ ગઈકાલે મોંડી સાંજે પોલીસ મથકની બહાર સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવી પોલીસ વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરી ગાળો બોલી અપશબ્દો બોલી પોલીસ મથક પર હુમલો કરી પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી પોલીસના વાહનોને નુકસાન કરી સળગાવી મૂકવાનો પ્રયાસ કરતા આ બનાવ અંગે વાસદ પોલીસે ર૮ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ૧૧ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વાસદ પોલીસે ગઈકાલે બપોરે મળેલી બાતમીના આધારે મોગર ગામે સફેદ દરવાજા, મુખીવાળા ટેકરા પાસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા દરમિયાન પોલીસને જોઈને યાસીન ચૌહાણ નામનો યુવક ભાગવા જતા અચાનક ઢળી પડયો હતો. જેથી આસપાસના અન્ય લોકોએ તેને ખેંચ આવે છે તેમ કહી ડુંગરી સુંગાડવા લાગેલા અને તેને ત્વરીત સારવાર માટે જુગાર રમતા ઝડપાયેલા બે શખ્સોની સાથે વાસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાને લઈને મોગર ગામના ૧૦૦થી વધુ શખ્સો પોલીસ મથકની બહાર એકત્ર થયા હતા અને ભારે હોબાળો મચાવી યાસીન ચૌહાણનુ પોલીસના મારથી મૃત્યુ થયા હોવાના આક્ષેપો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મહિલાઓ પણ સૂત્રોચ્ચાર કરતી હતી ત્યારે મોગરના ભીખાભાઈ જાફરભાઈ ચૌહાણ ઉર્ફે ડ્રાઈવર અજમુદ્દીન ઉર્ફે લાલાભાઈ ફકરૂદીન ચાવડા, સાજીદભાઈ બદરૂદીન ચાવડા એસટીડીવાળા, ભગીરથસિંહ ઉર્ફે લખન કનકસિંહ પરમાર સહિતના લોકોએ વાસદના પીએસઆઈ વિરૂદ્ધ ટોળામા ખોટી ઉશ્કેરણી કરી પીએસઆઈને સસ્પેન્ડ કરો અને પોલીસની દાદાગીરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરતા મોડી સાંજે સાત કલાકે ટોળુ બે કાબુ બન્યુ હતુ અને પોલીસ મથકના મુખ્ય દરવાજે ધસી આવી પોલીસને ગાળો બોલી પથ્થરમારો કરી ડીવાયએસપી બી ડી જાડેજાના સરકારી વાહન પર પથ્થરમારો કરી વાહનના કાંચ તોડી નાંખી તેમજ વાસદ પોલીસના વાહનને પણ તોડફોડ કરી ડીઝલની ટાંકી ખોલી તેમાં દીવાસળી ફેંકી સળગાવી મુકવાનો પ્રયાસ કરી તેમજ પોલીસ સ્ટેશનની કંપાઉન્ડ વોલ તોડી નાંખવા માટે ધક્કાઓ મારતા દીવાલના પીલ્લર હચમચી જઈ ઉખડી ગયેલા જેથી પોલીસે બેકાબુ બનેલા ટોળાને કાબુમા લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ટોળાએ નાસભાગ કરતા પથ્થરમારો ચાલુ રાખ્યો હતો જેમા કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. આ પથ્થરમારામા પો. કો. મહીપાલસીંહ જગદીશસીંહ, પોકો. રાજેન્દ્રસીંહ ઘનશ્યામસીંહને પણ ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે વાસદ પોલીસે મોડી રાત્રે એએસઆઈ જયંતીભાઈની ફરિયાદના આધારે ભીખાભાઈ જાફરભાઈ ચૌહાણ ડ્રાઈવર સહિત ર૮ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks