(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૭
અમરેલી જિલ્લાના કાતર ગામમાં સિંહનો લટાર મારતો વીડિયો અને સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. રાત્રીના દોઢ વાગ્યે ડાલામથામાં સિંહો લટાર મારીને ગાયોના ટોળાને દોડાવ્યા હતા. ત્રણ હિંસો કાતર ગામની પાદર નજીક આવી પહોંચતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના અંગે મળતી વિગત અમરેલી જિલ્લાની માનવ વસાહત વિસ્તારમાં વિવિધ જંગલી પશુઓની અવર-જવની ઘટના એ રોજિંદી ક્રમ બની ગઈ છે. મોટા ભાગની ગ્રામ્ય જનતાને પણ જંગલની વિવિધ પશુઓની આવન-જાવન સામાન્ય લાગી રહી છે.આ દરમિયાનમાં રાજુલાના કાતર ગામે ગત મોડી રાતે સિંહે ગામમાં પ્રવેશ કર્યો હતો. સિંહની ગામમાં લટારની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે, આ મામલે ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરીને મોડી રાતે પેટ્રોલીંગ વધારવા માટે માગણી કરી હતી. ગીરનું જંગલ અમરેલી સુધી ફેલાયેલ હોવાથી સિંહ સહિત અન્ય જંગલી પશુઓ વારંવાર અમરેલીના વિવિધ ગામડાઓમાં ફરતા હોય તેવા વીડિયો પણ વાયરલ થયેલ છે.