‘ઇંગ્લેન્ડ સ્પીન રમવામાં નિષ્ફળ સાબિત થાય છે’ : ગ્રેમ સ્વાન

નવી દિલ્હી, તા.૨૧
ઇંગ્લેન્ડના પૂર્વ ઓફ સ્પિનર ગ્રેમ સ્વાને જણાવ્યું હતું કે કુલદિપ યાદવને ટેસ્ટ ક્રિકેટમાં ભારતે ચાન્સ આપવો જોઇએ. ગ્રેમ સ્વાનનું માનવું છે કે ટીમ ઇન્ડિયામાં કુલદિપ યાદવને રમાડવાના કારણે ભારતીય ટીમનું પલડુ ભારે થશે. આ સિવાય ગ્રીમ સ્વાને ઇંગ્લેન્ડની ટીમ સ્પીન રમવામાં નબળી છે, તે રહસ્ય પરથી પણ પડદો ઉઠાવ્યો હતો.
ગ્રેમ સ્વાનનું માનવું છે કે ટી-૨૦માં યાદવે સારું પ્રદર્શન કર્યું છે. ઉપરથી ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો તેની ગુગલીને સમજવામાં નિષ્ફળ પૂરવાર થયા હતા. જો કુલદિપ આજ રીતે બોલિંગ કરશે અને તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવશે તો ઇંગ્લેન્ડ આસાનીથી હારી જશે.ભારતીય ટીમ વિશે ગ્રેમ સ્વાને કહ્યું હતું કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં સ્વીંગ રમવામાં નબળી છે. જો ઇંગ્લેન્ડના બોલરો દ્વારા સ્વીંગ કરવામાં ન આવ્યા તો ભારતીય ટીમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ પર ભારી પડી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks