– જયંતિલાલ ભંડારી
પાછલા દિવસોમાં પીએમઓ, નાણામંત્રાલય અને રિઝર્વ બેંકે દેશના બેંકિંગ સેકટરના સંકટ પર વિચાર કર્યો છે. તેમજ અમુક રણનીતિ પર પણ ચર્ચા થઈ જે હેઠળ જાહેર બેંકોનું અટકેલું દેવું વસૂલવામાં મદદ મળી શકે અને જાણી જોઈને દેવું ભરપાઈ ન કરનાર વિરૂદ્ધ કેસ પણ ચલાવી શકાય. સત્ય તો આ છે કે હાલમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભારે સફળતા મળ્યા બાદ ઉદ્યોગો-ધંધા સાથે જોડાયેલા. તમામનું કહેવું છે કે વડાપ્રધાને બેંકિંગ સુધારાઓ પર ધ્યાન આપવું જોઈએ.
વિકાસમાં અડચણરૂપ
અમેરિકાના પ્રમુખ સમાચારપત્ર ‘ધ ઈકોનોમિસ્ટ’માં જણાવ્યું છે કે બેંકિંગ સંકટ ભારતની આર્થિક વૃદ્ધિ પર અડચણરૂપ બની શકે છે. હાલ દેશની સૌથી મોટી આર્થિક ચિંતા બેંકોની બેલેન્સશીટમાં ઉપસ્થિત તણાવ અને તેનો ઘટતો નફો છે. જ્યાં હાલના દિવસોમાં નાણાકીય બચતો અને બેંક ડિપોઝિટમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે ત્યાં જ બેંકના દેવામાં ભારે અછત થઈ રહી છે. બેંકોના એનપીએ પણ ભયાનક સ્તર પર પહોંચી ગયા છે.
પાંચ માર્ચના રોજ સંસદની લોકલેખા સમીતિના ચેરમેન કે.વી. થોમસે કહ્યું હતું કે સરકારી બેંકોના નોન પરફોર્મિંગ અસેસ (એનપીએ) રેકોર્ડ સ્તર ૬.૮ લાખ કરોડ પર પહોંચી ગયું છે. જેમાં કોર્પોરેટ ક્ષેત્રનો ૭૦ ટકા જ્યારે ખેડૂતોનો માત્ર ૧ ટકા જ ફાળો છે. જો બેંકોને દેવું ચૂકવનાર કોર્પોરેટ ક્ષેત્રોના નામ જાહેર કરી તેમને શરમમાં મૂકવાની નવી વ્યવસ્થા અપનાવી જોઈએ જેથી નાણાકીય સંસ્થાઓને પોતાના પૈસા પાછા મળી શકે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટે બેંકોના એકીકરણનો રસ્તો અપનાવ્યો છે. જેના ભાગરૂપે ૧ એપ્રિલ, ર૦૧૭ના રોજ એસબીઆઈની પાંચ સહાયક બેંકોનો પોતાની મુખ્ય બેંકમાં વિલય થશે. સરકારે દાવો કર્યો છે કે વિલયથી ઉદ્યોગ કારોબાર અને સામાન્ય વ્યક્તિનું દેવું અને વ્યાજ સરકારનો નાણાકીય સમાયોજનનો લક્ષ્ય પણ પૂર્ણ થશે પરંતુ સત્ય આ છે કે બેંકિંગ ક્ષેત્રમાં વ્યાપ્ત સંકટનો ઉકેલ માત્ર સરકારી બેંકોના વિલીનીકરણથી મળશે નહીં. ફસાયેલ સંપત્તિઓનું પુનર્ગઠન કરનાર સંસ્થા રાજકીય રૂપથી શ્રેષ્ઠ વિકલ્પ હોય તેમ છતાં તે બેંકિંગ તંત્રની સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં. બિન બેંકિંગ નાણાકીય ક્ષેત્રનો ગતિરોધ દૂર કરવો પણ અગત્યનો છે. સારી અને મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવતા બેંકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જ્યારે બાકીની ભારતીય બેંકિંગ વ્યવસ્થા નાણાકીય રૂપે દેવાળીયું થવાની સ્થિતિ છે તેમજ તેની પાસે પર્યાપ્ત ઈકિવટી મૂડી નથી આવામાં જ્યાં સારી કંપનીઓ માટે અધિક દેવું એકત્રિત કરવું પડશે ત્યાં મૂડીનું ઉદારીકરણ, બોન્ડ બજાર અને તણાવગ્રસ્ત સંપત્તિ ફંડ જેવા નાણાકીય ક્ષેત્રમાં સુધારાની મદદથી બેંકિંગ ક્ષેત્રની ઊણપોનો ઉકેલ લાવવામાં આવશે. આરબીઆઈ દ્વારા મૂલ્ય સ્થિરતા અને બેંકોની મજબૂતી પર ધ્યાન આપવું પણ જરૂરી છે.
ર૦૧૭-૧૮ના નવા બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટે જે ઘોષણાઓ કરી છે. તેની ક્રિયા પર નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ધ્યાન આપવું પડશે. ર૦૧૭-૧૮માં સરકારે જાહેર ક્ષેત્રના બેંકોમાં ૧૦,૦૦૦ કરોડની ઈકિવટી મૂડી પર રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે અને કહ્યું છે કે જરૂરત પડવા પર વધુ મૂડી ઉમેરી શકાય છે. એનપીએના બોજા હેઠળ દબાયેલ જાહેર ક્ષેત્રોની બેંકોને સરકાર પાસેથી વધુને વધુ મૂડીની જરૂર પડશે. કારણ કે ઓછા મૂલ્યાંકનના કારણે તે બજારમાંથી પૈસા એકત્રિત કરવામાં કઠિનાઈનો સામનો કરી રહી છે.
બેંકિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર બિન-ચલાઉ સંપત્તિ માટે મંજૂરી આપવાના યોગદાનને ૭.પ ટકાથી વધારી ૯.પટકા કરવાનો જે પ્રસ્તાવ કર્યો છે. તેનો અમલ થવો જરૂરી છે.
ડિફોલ્ટરો સામે કડક વલણ અપનાવું જરૂરી છે. ર૦૧૭-૧૮માં બેંકોના કર જવાબદારીમાં ઘટાડો થશે. હેતુસર નવા વર્ષના બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. જે હેઠળ બેંકોની રકમ લઈ ફરાર લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એવા ઘણા અવસર આવ્યા છે. જેમાં લોકો મોટી રકમ લઈ દેશમાંથી ફરાર થઈ જતાં હતા. નવા કાયદા મુજબ આવા લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એસબીઆઈને પર્યાપ્ત માત્રામાં મૂડી આપવી પડશે. અને વિલનીકરણ બાદ તેને વધુ સક્ષમ અને શ્રેષ્ઠ કાર્ય કરનારી બેંક બનાવવા માટે પ્રોફેશનલ રીતે ચલાવવાની મંજૂરી આપવી પડશે.
એજન્ડામાં અગ્ર
એસબીઆઈના ખર્ચાઓમાં કાપ અને વધુ સમન્વય માટે સહયોગી બેંકોના કોષનો વિલય જરૂરી બનશે. એસબીઆઈની ગતિવિધિઓ પર કડક નજર રાખવી પડશે. આ તમામ વાતો પર ધ્યાન રાખવાથી જો એસબીઆઈનું વિલનીકરણ સફળ સિદ્ધ થાય અને તેને સફળતા મળે તો અન્ય સ્તરની બેંકના વિલનીકરણમાં આગળ વધવામાં આવશે. આમ બેંકિંગ જગતમાં ચાર-પાંચ મોટા બેંકિંગ સંગઠન સક્રિય જોવા મળશે. સૌથી મોટી વાત છે કે સરહદ પોતાના એજન્ડામાં બેંકિંગ સુધારાને સૌથી ટોચમાં રાખવો પડશે.
(સૌ. : હિન્દુસ્તાન)