GST કાઉન્સિલે સરકારી ખજાનાને ‘અનુમાનિત’૨૦,૦૦૦ કરોડ નુકસાન કર્યું, CBI તપાસ થવી જોઈએ : ગોવા કોંગ્રેસ

(એજન્સી) પણજી,તા. ૧૧
ગોવા કોંગ્રેસ અધ્યક્ષ શાંતારામ નાઈકે શનિવારે એવી માંગણી કરી કે શરૂઆતમાં જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલા દરની તપાસ થવી જોઈએ તેમણે દાવો કર્યો કે તેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારના ખજાનાને ૨૦,૦૦૦ કરોડનું નુકશાન થયું છે. એક બયાનમાં તેમણે કહ્યું કે સીબીઆએ આ કેસમાં તપાસ કરવી જોઈએ જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારના ખજાનાને ૨૦,૦૦૦ કરોડનું નુકશાન થયું છે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન મોદી, નાણા મંત્રી જેટલી અને નાણા સચિવ હસમુખ અઢીયા આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે ૨૦,૦૦૦ કરોડનું નુકશાન સંભવિત હોઈ શકે પરંતુ ભૂતકાળમાં મોદીએ યુપીએ સરકારને વાંક કાઢવામાં કંઈ બાકી રાખ્યું નથી. નાઈકે કાર્મિક, જાહેર ફરિયાદ અને કાયદા તથા ન્યાય વિભાગની સંસદની સ્થાયી સમિતીના ચેરમેન રહી ચૂક્યાં છે. તેમણે દાવો કર્યો કે તેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારના ખજાનાને ૨૦,૦૦૦ કરોડનું નુકશાન થયું છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યાં બાદ હોટલ-રેસ્ટોરન્ટનું ભોજન સસ્તું થયું છે. પરંતુ સાથે રેસ્ટોરન્ટોએ પોતાની રીતે યોજના તૈયાર કરી છે. જોકે રેસ્ટોરન્ટોને આ ટેક્ષ ક્રેડિટનો લાભ નહીં મળે. શુક્રવારે રાજ્યના નાણા મંત્રીઓની બેઠક બાદ જેટલીએ જીએસટી રેટમાં ઘટાડાની જાહેરાત કરી.નાઈકે કહ્યું કે જીએસટીએ નાના વેપારીઓ અને સામાન્ય જનોમાં આર્થિક આતંકવાદનું વાતાવરણ ખડું કર્યું છે. નાઈકે કહ્યું કે જીએસટી પરીષદની દરેક બેઠકમાં દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુનાહિત બેદરકારી, વિશ્વાસઘાત, દુષ્સાહસ જેવા અવિચારી કામો દ્વારા સરકાર અર્થતંત્રમાં ગૂંચવાડો પેદા કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks