GST મુદ્દે આક્રમક બનેલા વેપારીઓના વિરોધે કરી ભાજપની ઊંઘ હરામ : મત બેન્કમાં ભંગાણનો ભય

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
GST… GST‌…નું ભૂત બરોબર ધૂણવા લાગ્યું છે. ભાજપ સરકારે ઐતિહાસિક કદમ ગણાવી ય્જી્‌નો અમલ તો શરૂ કરાવી દીધો છે. પરંતુ જે રીતે વેપારી આલમમાં તેનો વિરોધ દિવસે-દિવસે આક્રમક બની રહ્યો છે તેનાથી હવે ભાજપના જ અગ્રણીઓની ઉંઘ હરામ થઈ રહી હોય તેમ જણાય છે. ભાજપની જ અકબંધ મનાતી વેપારી આમલની વોટબેન્ક ય્જી્‌ને લઈને બરોબરની ખફા થઈ છે. વર્ષોથી ભાજપને ખોબેખોબે ભરીને મતો આપનારા વેપારીઓ જીએસટીને લઈને ભાજપ સામે રોષે ભરાયા છે તો સાથે ભયભીત પણ છે. વેપારીઓનું કહેવું છે કે ટેક્ષથી કે ટેક્ષ વધારાથી તેઓ ડરતા નથી તેઓ જીએસટીની આંટીઘૂંટીવાળી સિસ્ટમથી ભયભીત છે. વેપારીઓનો એટલે સુધી પોતાની મનની વાત કહી રહ્યા છે કે વર્ષોથી ભાજપને મત આપી રહ્યા છીએ છતાં આજે ભાજપને જીએસટી મુદ્દે અમને કંઈક કહેતા પણ ડર લાગી રહ્યો છે. જીએસટીનો તા.૧લી જુલાઈથી સમગ્ર દેશમાં અમલ શરૂ થઈ જતાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર વેપાર-ઉદ્યોગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હવે દિવસે દિવસે વિરોધ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેપારીઓમાં તેમાંય ખાસ કરીને કાપડ ક્ષેત્રના વેપારીઓએ છેલ્લા છ-સાત દિવસથી ધંધા બંધ રાખી વિરોધાત્મક કાર્યક્રમ શરૂ કરી દીધા છે અને હવે ગતરોજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ આંદોલનના સપ્તાહ દરમ્યાન કાપડ-ક્ષેત્રના વેપારી આલમને પાંચથી ૬૦૦૦ કરોડ કે તેથી વધુ નુકસાન થયું હોવાનો પણ વેપારીઓ તરફથી કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓની આવી કફોડી સ્થિતિ સામે ભાજપ સત્તાધીશો તરફથી કોઈ ખાસ પ્રતિભાવ આપવામાં ના આવતા અને સુરતમાં થયેલા લાઠીચાર્જ બાદ વેપારી આલમમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્ષોથી ભાજપને જ મતો આપતા આ વેપારીઓ કે જે ભાજપ અકબંધ વોટબેન્ક મનાય છે. તેમાં આ જીએસટીના ભૂતે ગાબડું પાડ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જીએસટીના અમલને ઐતિહાસિક નિર્ણય ગણાવી હરખમાંને હરખમાં ભાજપ ઉત્સવ-ઉજવણી કરી રહ્યું હતું ત્યારે વેપારી આલમના છેલ્લા સપ્તાહના પ્રદર્શને હવે ભાજપની ખુશી ઉત્સાહ છીનવી લીધો છે. સુરતમાં વેપારીઓ પરના લાઠીચાર્જ અને તે પછી ૭પ હજાર જેટલા વેપારીઓના ભાજપમાંથી એક સાથે રાજીનામા આપી દેવાની બહાર આવેલી વિગતો, તથા છેલ્લા બે દિવસ દરમ્યાન સુરત-અમદાવાદમાં વેપારીઓના આક્રમક દેખાવોએ ભાજપ સત્તાધીશોની ઉંઘ હરામ કરી દીધી છે.
એક તરફ વેપારીઓમાં રોષની સાથે ભાજપનો ભય જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપ સત્તાધીશોની “બકરૂ કાઢતાં ઊંટ પેઠું” જેવી સ્થિતિ જીએસટીને લઈને થઈ છે. કોંગ્રેસની ઉતાવળે જીએસટીનો અમલ નહીં કરવાની સલાહને અવગણી હરખમાને હરખમાં જીએસટીનો અમલ શરૂ કરાવી દેનાર ભાજપ હવે બરોબરનું ભેરવાયું હોય તેમ જણાય છે. ગુજરાતની સામી ચૂંટણીએ જીએસટીના અમલનું જોખમ લેનાર ભાજપને વેપારી આલમની મજબૂત વોટબેન્કનું ગાબડું ભારે નુકસાન પહોંચાડી શકે તેમ હોઈ હવે ભાજપ હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ માટેની કવાયત હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જો કે વેપારીઓ જીએસટી મુદ્દે ભાજપના વલણથી વિશ્વાસ ખોઈ બેઠા હોય ચોક્કસ પરિણામ સુધી લેવાના મૂડમાં જણાય છે ત્યારે વિજય હાઈકમાન્ડ આ મુદ્દે વેપારીઓને મનાવી લેવામાં સફળ થાય છે કે પછી જીએસટીમાં પીછેહઠ અથવા કંઈક ફેરબદલ કરે છે તે જોવું રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks