આજે GST કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક ૨૪થી૩૨ ઉત્પાદનોના ભાવ ઘટી શકે

નવી દિલ્હી,તા.૨૦
૨૧ જુલાઈએ થનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે. જીએસટી કાઉન્સિલના લગભગ ૨૪થી ૩૨ ઉત્પાદનોના ભાવ ઓછા કરવાના નિર્ણય પર વિચારણ થઈ શકે છે. સૂત્રોના મતે, ગ્રાહકોના ઉપયોગમાં થનાર ચીજોના ભાવમાં ઘટાડો કરવામાં આવી શકે છે. તેમાં જોબ વર્ક, દેવી દેવતાઓની મૂર્તિઓ, વર્ષ લીવ્સ પર જીએસટીના ભાવ ઓછા કરવા પર નિર્ણય લઈ શકે છે. કાઉન્સિલની બેઠકમાં એવિએશન સેક્ટરને મોંઘો ફ્યૂલથી રાહત મળવાની આશાઓ ઓછી છે, કારણ કે એટીએફના ભાવમાં ઘટાડોને એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો નથી. હેડિક્રાફ્ટ, હેંડલૂમ આઈટમને ૧૨ ટકાથી ઓછા કરીને ૫ ટકાના સ્લેબમાં લાવવામાં આવી શકે છે, જ્યારે ઈલેક્ટ્રોનિક બુક પર જીએસટીની દર ૧૮ ટકાથી ઓછો કરીને ૫ ટકા કરવામાં આવી શકે છે. તેના સિવાય ઘણા અન્ય જરૂરી આઈટમ્સને ૧૨ ટકાના સ્લેબમાંથી બહાર લાવીને ૫ ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવી શકે છે. ટૂરિસ્ટ પ્લેસ પર ફરવું અને રોકાવું પણ સસ્તું થઈ શકે છે. કારણ કે હોટલ રૂમના રેન્ટ પર વાસ્તવિક અને જાહેર રેંટની વચ્ચે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી શકે છે. હોટલ રૂમ પર જાહેર કરાયેલા રેંટના બદલે વાસ્તવિક રેંટ પર જીએસટી લગાવવામાં આવી શકે છે. તેનાથી મોંઘી હોટલ ૧૮ ટકાના સ્લેબમાં આવી જશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ અને પેન્ટ પર જીએસટી ઘટાડીને ૧૮ ટકા કરવા માટે ચર્ચા થઈ શકે છે. અત્યારે આ ૨૮ ટકા છે. એક સરકારી અધિકારીને આ જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિમેન્ટ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે સિમેન્ટના એક મહત્વ રૉ-મેટેરિયલ હોવાની દલીલ આપતા જીએસટીમાં ઘટાડો કરવા માટેની માંગણી કરી રહ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી મહત્વનો વિષય છે જીએસટી રિટર્ન.. તેના માટે એક જ ફોર્મ રાખવાની ચર્ચા થઈ શકે છે, કારણ કે ય્જી્‌દ્ગએ તેને અંતિમ રૂપ આપી દીધું છે. આશા છે કે તેના પર સામાન્ય સહમતિ બની જશે. ત્યારબાદ વેપારીઓને મુશ્કેલીઓ નહીં પડે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts