(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
દિલ્હીના પ્રગતિ મેદાનમાં વાણિજ્ય મંત્રાલય આયોજિત ફલેગશીપ ઈવેન્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર ચાલી રહ્યો છે. જે જનતા માટે ખુલ્લો મૂકાયો છે. પરંતુ ટ્રેડ ફેરથી આવી રહેલી ખબરો મુજબ સરકાર કે દુકાનદારો માટે સારી નથી.
વિદેશી વેપારીઓને ટ્રેડ ફેરમાં જીએસટી પરેશાન કરી રહ્યું છે. અફઘાનિસ્તાન, તુર્કી, ઈરાન, ભુતાન જેવા દેશોના કારોબારીઓ ફેરમાં આવ્યા છે. તેઓ હવે આગામી વર્ષે આવવા માંગતા નથી. ટ્રેડ ફેર ૧૪ નવેમ્બરથી શરૂ થયો તેના ફિકાપનનો અંદાજ તેની તૈયારીથી લાગ્યો. ગયા વર્ષે પ્રગતિ મેદાનના ૧ લાખ વર્ગ કિ.મી.માં આયોજન કરાતું હતું. આ વર્ષે પપ હજાર વર્ગ કિ.મી.માં સમેટાઈ ગયો. મેદાનમાં ભીડ ઓછી જોવા મળી. ગયા વર્ષે તમામ ૮ ગેટ ખોલાતા હતા. આ વર્ષે ર,૬,૭ ગેટ બંધ રહેવા છતાં ભીડ નથી. મંત્રાલયે કહ્યું કે કન્વેનશન સેન્ટરમાં રિનોવેશનના કારણે આ ગેટ બંધ રખાયા છે. ગયા વર્ષે ૬ હજાર કંપનીઓ ટ્રેડ ફેરમાં ભાગ લેવા તેમના ઉત્પાદનો સાથે આવી હતી. આ વર્ષે ફકત ૩ હજાર કંપનીઓ આવી છે. વાણિજ્ય મંત્રાલયને ટ્રેડ ફેર મંદ રહેવાનો અંદાજ હતો. ગયા વર્ષે ૧૪ લાખ લોકો ટ્રેડ ફેરની મુલાકાતે આવ્યા હતા. આ વર્ષે ૬થી ૭ લાખ લોકો ફેરમાં આવ્યા છે. એક સપ્તાહ ચાલેલા ટ્રેડ ફેરના મીડિયા રિપોર્ટ મુજબ ટ્રેડ ફેરના કારોબારમાં પ૦ ટકા ગીરાવટ પર આવી છે. વિદેશી વ્યાપારીઓનું કહેવું છે કે હવે મોટો પ્રતિસાદ મળતાં તેઓ આગામી વર્ષે ટ્રેડ ફેરમાં નહીં આવે. તુર્કીના વેપારીએ કહ્યું કે ટ્રેડ ફેરમાં સ્ટોલ લગાવવા માટે તેણે ૧૯ લાખ ખર્ચ કર્યો છતાં રોજનું વેચાણ માત્ર રૂા.ર૦ હજારનું છે. દરેક વેચાણ પર જીએસટી ભરવો પડે છે. ઈન્ટીગ્રેટેડ જીએસટી એડવાન્સ ભર્યો છે. નવી કિંમતે વસ્તુઓ ગ્રાહકોને મોંઘી લાગે છે. અફઘાનિસ્તાનથી કારપેટ વેચવા આવેલા કારોબારી જે ૧૦ વર્ષથી આવે છે. તેના માલ પાછો લઈ જવાનો પ્રશ્ન છે. ૧૦થી ૧ લાખ રૂપિયા સુધીની કારપેટ વેચાણમાં મૂકી હતી. શાહજહાંના કપડાં વેપારીએ કહ્યું કે નોટબંધીના એલાન બાદ તેના સ્ટોલ પર લોકોએ ખરીદી કરી નહીં. જીએસટીના ટેક્ષથી ખીરદી ઘટી. જીએસટી રજિસ્ટ્રેશન માટે વિદેશી કારોબારીઓ માટે મુશ્કેલી આવે છે. જીએસટી નંબર લાગતો નથી.