(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી લાગુ કરવાને એક વર્ષ પૂર્ણ થયું છે. જીએસટીથી સુરતના વેપારીઓની બદતર હાલતની ચિતાર દર્શાવવા માટે વેપારીઓ દ્વારા જે. જે. માર્કેટના ગેટ સામે પકોડા વેચીને વિરોધ વ્યકત કર્યો હતો.
આજે બપોરે રીંગરોડ સ્થિત જે જે ટેક્ષટાઈલ માર્કેટના મુખ્ય ગેટ પર ટેક્સટાઈલ યુવા બ્રિગેડશ્વના નેજા હેઠળ કાપડ વેપારીઓ ભેગા થઈ જીએસટીનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. વન નેશન વન ટેક્સ જીએસટી (ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ) લાગુ પાડયા બાદ શહેરના કાપડ વ્યાપારીઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી છે. માર્કેટોમાં વેપાર ઠપ થતા વેપારીઓને ગ્રાહકો મળતા નથી. ટેક્ષટાઈલ યુવા બ્રિગેડ દ્વારા વેપારીઓ બેકાર ની રોજગારી માટે પકોડા વેચવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જીએસટીના અમલ બાદ કાપડ વ્યાપારીઓની હાલત બદતર થતા કાપડના વેપારીઓ દ્વારા આજે બપોરે જે જે માર્કેટના ગેટ સામે ભેગા થઈ પકોડા વેચી રોજગારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટેક્ષટાઈલ યુવા બ્રિગેડ દ્વારા અનોખી રીતે જીએસટીનો વિરોધ કરતા ટેક્ષટાઈલ માર્કેટમાં ભારે ચર્ચા જામી હતી.