જીએસટીના દાયરામાં લાવ્યા બાદ પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ લાગશે

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
ભારત સરકારના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડીઝલ પર ર૮ ટકા વધુમાં વધુ ટેક્ષ લાગે છે. રાજય સરકારો તેના પર વેટ અને મળે વધુ કરો વસુલે છે પેટ્રોલ ડીઝલના ભાવો જીએસટીના દાયરામાં લાવ્યા પછી પણ કરવસુલવાની પધ્ધતિ આવી જ રહેશે. જીએસટી કાઉન્સિલના એક અધિકારીએ બતાવ્યું કે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવ્યા બાદ કેન્દ્ર સરકારે એ નિશ્ચિત કરવું પડશે કે તે શું ર૦ હજાર કરોડના ટેક્ષની રકમની આવક જતી કરવા માગે છે ? જીએસટી કાનૂનને પેટ્રોલ ઉત્પાદનો પર લાગુ કર્યા બાદ તેની ખોટ કેવી રીતે ભરપાઈ કરશે. દુનિયાના કોઈપણ દેશમાં પેટ્રોલ-ડીઝલ જીએસટી હસ્તક નથી. તેને જીએસટી હસ્તક લાવવાની માગ રાજનીતિક છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પ્રતિ લિટરે ૧૯.૪૮ અને ડીઝલ પર ૧પ.૩ ટકા રૂા. કર લે છે. ત્યાર બાદ રાજય સરકારે વેટ લગાવે છે. અંદમાન-નિકોબારમાં માત્ર ૬ ટકા વેટ છે જયારે વધુ વેટ મહારાષ્ટ્રમાં છે. જયાં પેટ્રોલ પર ર૭ ટકા છે. તલંગાણામાં ડીઝલ પર ર૬ ટકા છે. તેવી રીતે પેટ્રોલ પર ૪૦થી પ૦ ટકા ટેક્ષ છે જયારે ડીઝલ પર ૩પથી ૪૦ ટકા ટેક્ષ લેવાય છે. જો પેટ્રોલ પેદાશોને જીએસટી હસ્તક લવાય તો કેન્દ્ર અને રાજયોને મહેસૂલી આવકમાં ભારે ખોટ જાય જે બંને માટે અસહ્ય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks