જીએસટીના વિરોધમાં પાંચ હજારથી વધુ કોન્ટ્રાક્ટર્સની અચોક્કસ મુદતની હડતાળ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૬
જીએસટીના કમરતોડ ટેક્ષને લીધે નાના-મોટા વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા જીએસટીના કાયદાને લીધે ચાલુ કાર્યોમાં થનારી અસરને લીધે સરકારને રજૂઆત કરી હોવા છતાંય સરકાર યોગ્ય નિરાકરણ ન થતા અંતે રવિવારથી પ૦૦૦થી વધુ કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટર્સ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના લીધે એક લાખથી વધુ મજુરો બેરોજગાર બનશે.
આ અંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અગાઉ નકકી થયા મુજબ જીએસટીના અમલમાં લીધો ચાલુ કામોમાં વિરોધ રોયલ્ટી દર અને પરમીટમાં થયેલા અસહ્ય ભાવ વધારો અને સરકાર સાથેના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા અંગે અમારી કારોબારી સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજયકક્ષાના ખાણ અને ખનીજ મંત્રી, માર્ગ અને મકાન વિભાગના સચિવ અને જીએસટીના ગુજરાત રાજયના કમિશનરને મળ્યું હતું. ત્યારે સરકાર તરફથી હૈયાધારણ આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી અમારા પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ આપ્યું નથી. એટલે તા.૧પ જુલાઈએ મધરાતથી સમગ્ર ગુજરાત રાજયમાં ચાલતા સરકારી કામકાજો બંધ કરી દેવામાં આવ્યા છે. વધુમાં અરવિંદ પટેલે જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલી સરકારી કોન્ટ્રાકટર્સની અચોકકસ મુદતની હડતાળમાં પાંચ હજારથી વધુ કોન્ટ્રાકટર્સ જોડાયા છે. જેની સીધી અસર થયાને લીધે ૧ લાખથી વધુ મજુરો બેરોજગાર થશે અને અંદાજે પ૦ હજાર કરોડના સરકારી કામો બંધ થઈ ગયા છે. જેમાં મનપા, નગરપાલિકા, મેટ્રોરેલ, એનએચએઆઈ સહિતના વિભાગોમાં આવતા બાંધકામનાં તમામ કામો બંધ થઈ જશે. કોન્ટ્રાકટર્સની આ હડતાળનો ગુજરાત રેલવે કોન્ટ્રાકટર્સ એસોસિએશન, મહારાષ્ટ્ર, રાજસ્થાન પંથકના કોન્ટ્રાકટર્સ એસોસિએશનો તરફથી ટેકો મળ્યો છે.
આટલી માગણી સ્વીકારાશે નહીં
ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે
નવા જીએસટીના કાયદાને લીધે ચાલુ ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રગતિ હેઠળના કામો, વધારાનો અસહ્ય બોજાની ભરપાઈ, ચાલુ બીલ ચુકવણામાં સાથે કરી આપવા, બાંધકામમાં વપરાતા ખનિજોની રોયલ્ટી દર ભાવવધારો પાછો ખેંચવા અને પરમીટમાં પ્રિમિયમ ઈ.સી. અને માઈનીંગ પ્લાન્ટની જોગવાઈ દૂર કરવા, જીએમએમસી નિયમ ર૦૧૭ તા.ર૪-પ-ર૦૧૭ની અતાર્કિક જોગવાઈઓ દૂર કરવા અને એસોસિએશનના લાંબા સમયથી પડતર રજૂઆતો અંગે જરૂરી નિર્ણયો લઈને તાત્કાલિક અમલ કરવા સહિતની માગણી જયાં સુધી સ્વીકારાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks