ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને મળી અધ્યક્ષ પદની શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેના પદગ્રહણ સમારંભ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, સાંસદ અહમદભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને એ.આઈ.સી.સી. મહામંત્રી અશોક ગેહલોત, એ.આઈ.સી.સી. મહામંત્રી મધુસૂદન મિસ્ત્રી, દીપક બાબરિયા, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી અને એ.આઈ.સી.સી. મંત્રી રાજીવ સાતવ, વર્ષા ગાયકવાડ, હર્ષવર્ધન સપકાલ, જીતુ પટવારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પરેશ ધાનાણી, કુંવરજી બાવળિયા સહિત સાગર રાયકા, ગૌરવ પંડ્યાએ શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે વિધાનસભા-ર૦૧૭ ચૂંટણી સંદર્ભે વિચાર-વિમર્શ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks