કોંગ્રેસે જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ ૧૭૭ સભ્યોને સસ્પેન્ડ કર્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ સામે બળવો કરનાર કે ગેરશિસ્ત આચરનારા આગેવાનો, કાર્યકરો સામે શિસ્તભંગના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લંઘન કરનાર જિલ્લા પંચાયતના ૩પ સભ્યો અને તાલુકા પંચાયતના ૧૪ર સભ્યો મળી ૧૭૭ સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૦ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કેટલાક સભ્યોએ બળવો કરી ભાજપના ઉમેદવાર તરફી મતદાન કરતા અથવા હોદ્દો મેળવવાની લાલચમાં ભાજપનો ટેકો મેળવવા કોંગ્રેસ સામે બગાવત કરતાં પ્રદેશ પ્રમુખે ગંભીર નોંધ લીધી હતી અને આ તમામ સભ્યોની યાદી મંગાવી હતી. દરમિયાન આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લંઘન કરનાર જિલ્લા પંચાયતના ૩પ સભ્યો અને તાલુકા પંચાયતના ૧૪ર સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આ તમામ સભ્યોને સસ્પેન્ડ કરાતા હવે આગામી સમયમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના સભ્ય પદ રદ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
જૂન-ર૦૧૮ જિલ્લા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં આદેશ ભંગ બદલ સસ્પેન્ડ કરેલા સભ્યો
ક્રમ જિલ્લો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત
૧. અમદાવાદ ૬ ૪
ર. વડોદરા ૩ –
૩. દાહોદ ૮ –
૪. પાટણ ૮ ૪
પ. મહિસાગર ૩ ૧૧
૬. ભાવનગર ૩ ૧૦
૭. રાજકોટ ર રપ
૮. ભરૂચ ર ૧
૯. કચ્છ – ૬
૧૦. અરવલ્લી – ૮
૧૧. જામનગર – રર
૧ર. જૂનાગઢ – ૧૧
૧૩. બોટાદ – ૭
૧૪. સુરેન્દ્રનગર – ૧૧
૧પ. અમરેલી – ૬
૧૬. સાબરકાંઠા – ૯
૧૭. નર્મદા – ૩
૧૮. ગીર-સોમનાથ – ૧
૧૯. છોટાઉદેપુર – ર
ર૦. ડાંગ – ૧
કુલ ૩પ ૧૪ર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts