ગુજરાતે ર૦૧૯ માટે બિલાડીના ગળામાં ઘંટડી બાંધી, ભાજપની નૈતિક હાર : મમતા બેનરજી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીત બાદ જ્યા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ જીતને વંશવાદ અને જાતિવાદની હાર ગણાવી છે ત્યાં જ ઘણી બેઠકો પર કોંગ્રેસ તરફથી પાર્ટીને મળેલ જોરદાર ટક્કર પર વિપક્ષ પાર્ટીઓના ચહેરા ખીલી ઉઠયા છે. ગુજરાત ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્‌વીટર પર લખ્યું કે હું ગુજરાતની જનતાને સંતુલિત જનાદેશ માટે ધન્યાવાદ આપું છું. આ ભાજપાની અસ્થાઈ જીત છે. પરંતુ અનૈતિક હાર છે. ગુજરાતે અત્યાચાર, ડર અને સામાન્ય લોકો સાથે થયેલા અન્યાય વિરૂદ્ધ મતદાન કર્યું છે અને ર૦૧૯ની ચૂંટણી માટે બિલાડીના ગળામાં ઘંટડી બાંધી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ હંમેશા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સારા સંબંધો રહ્યા છે. તાજેતરમાં જ તેમણે રાહુલ ગાંધીને ગુજરાત અભિયાનમાં સારો દેખાવ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપ છેલ્લા રર વર્ષથી સત્તામાં છે. ગુજરાત ચૂંટણીનું પરિણામ ભલે ગમે તે હોય પણ રાહુલ ગાંધીએ ભાજપાને બેકફૂટ પર લાવી દીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks