Ahmedabad

રાજ્યમાં કુલર અને ACને પણ ઠંડા પાડે તેવી જોરદાર ગરમી

અમદાવાદ,તા.ર૮
રાજ્યભરમાં ઉનાળો પોતાનો અતિ આકરો મિજાજ બતાવી રહ્યોછે. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ કરાવતી ગરમીએ સમગ્ર પ્રકૃતિને બાનમાં લીધી ઓરેન્જ અને યલો એલર્ટની બાઉન્ડરી કૂદાવતા તાપમાને હવે રેડ એલર્ટ તરફ કૂચ કરી છે. મંગળવારના રોજ રાજ્યના અનેક સ્થળોએ પારો ૪૩ ડિગ્રીને પાર જતાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો ત્યારે આગામી દિવસોમાં હજુ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્ય જોરદાર ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીને લીધે બપોર થતાં જ રોડ-રસ્તા અને બજાર સૂમસામ ભાસે છે વાત કરીએ તાપમાનની તો મંગળવારે સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું ૪૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને કંડલા એરપોર્ટ ખાતે ૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધ્યું હતું. ગાંધીનગરમાં ૪૩.૬, રાજકોટમાં ૪૩.૩, ડિસામાં ૪૩., વીવી નગરમાં ૪ર.પ, વડોદરામાં ૪ર, ભૂજમાં ૪૧.૧ અને ભાવનગરમાં ૩૯.પ ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમીને લીધે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. લૂ લાગવાના તેમજ ચક્કર આવવા સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા સહિતના પ્રવાહીનો આશરો લઈ રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે હજુ આગામી એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળી શકે તેમ નથી આ ગરમી સામે ઠંડક આપતા કુલર અને એ.સી. પણ ઠંડા પડ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.