(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ વર્ષે હજયાત્રીખે જવા ઈચ્છુક ગુજરાતના વેઈટીંગ લીસ્ટ ૧૦ર૯થી ૧૧૧૭ સુધીના ૮૮ યાત્રીઓનું પ્રીવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. જેમણે અઝીઝિયા માટે કુલ રૂા.ર૧૯૯પ૦ તથા કુર્બાની માટે વિકલ્પ આપેલ હોય તો રૂા.૮પ૦૮ હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતે મોડામાં મોડા તા.ર૧/૭/ર૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરી અને સેકશન અધિકારી એમ.કે.સિદ્દીકીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે જે હજ અરજદારો કુર્રા (ડ્રો)માં અપાયેલ વેઈટિંગ નં. ૧૦ર૯થી ૧૧૧૭ ધરાવતા હોય તેમણે ફરજિયાત અઝીઝિયા માટે કુલ રકમ રૂા.ર૧૯૯પ૦ ઉપરાંત કુર્બાની (અદાહી) માટે વિકલ્પ આપેલ હોય તો રકમ રૂા.૮પ૦૮ જમા કરાવવાની થશે. આ રકમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની (કોર ગ્રુપની) કોઈપણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩ર૧૭પ૦ર૦૦૧૦ અથવા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં. ૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯માં ભરવાના રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈના સરક્યુલરમાં જણાવ્યા મુજબ (૧) અન્ડરટેકિંગ ફોર્મ, (ર) પે-ઈન-સ્લીપની ઓરિજનલ કોપી (૩) ઓરિજનલ પાસપોર્ટ (૪) પાસપોર્ટ સાઈઝનો એક કલર ફોટો તેમજ (પ) મેડિકલ સર્ટી ફીટનેસ સર્ટીફિકેટ (એમ.બી.બી.એસ. અથવા ગવર્નમેન્ટ ડોક્ટર દ્વારા પ્રમાણિત), ફક્ત હજ હાઉસ, કાલુપુર અમદાવાદને મોડામાં મોડું તા. ર૧/૭/ર૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉક્ત પૈસા ભર્યાની પે-ઈન-સ્લીપ તથા મેડિકલ સ્ક્રિનિંગ અને ફીટનેસ સર્ટી હજ ગાઈડલાઈન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતેથી રૂબરૂમાં મેળવી લેવા વિનંતી છે. પૈસા ભરવાની સ્લીપમાં બેંક રેફરન્સ નંબર લખવો ફરજિયાત છે.