હાઈકોર્ટે ભાગી જતા કેદીઓ સામે પગલાં લેવા નિર્દેશો આપ્યા

અમદાવાદ, તા.૩૦
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસને જણાવ્યું છે કે, એમણે ર૦૧૦ના વર્ષમાં અપાયેલ દિશા-નિર્દેશોનું પાલન અચૂક કરવું. જે નિર્દેશો કેદીઓના ભાગી જવાની ઘટનાઓને રોકવા માટે અપાયા હતા. આ કેદીઓ ખાસ કરી મુસાફરી દરમિયાન પોલીસ જાપ્તામાંથી ભાગી જતા હતા. હાઈકોર્ટે એક જાહેરહિત અરજીની સુનાવણી પછી નિર્દેશો આવ્યા હતા. જાગતે રહો પક્ષના પ્રફૂલ દેસાઈએ અરજી દાખલ કરી, માગણી કરી હતી કે, આ પ્રકારની ઘટનાઓ સંદર્ભે સંકળાયેલ પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. દેસાઈએ આક્ષેપો મૂકયા હતા કે, પોલીસ જાપ્તામાંથી જ્યારે કેદીઓ ભાગી જાય છે. એમાં પોલીસનો સાથ હોય છે. દેસાઈએ રજૂઆત કરી હતી કે, ૧૨૪ કાચાકામના કેદીઓ પોલીસ જાપ્તામાંથી મુસાફરી દરમિયાન ભાગી ગયા હતા જ્યારે એમને જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવે છે. એવા સમયે ટોયલેટ જવાના બહાને કેદીઓ જાય છે અને તકનો લાભ લઈ ભાગી જાય છે. આ પોલીસો સામે ખાતાકીય તપાસ કરાય છે પણ આકરી સજા અપાતી નથી. ર૦૧૦ના વર્ષમાં નિર્દેશો અપાયા હતા કે, પોલીસોને જંગલમાં બૂટ અથવા સ્પોટ્‌ર્સ શૂઝ અપાવામાં આવે જેથી એ ભાગતા કેદીઓને પકડી શકે. પોલીસ વાહનમાં પણ યોગ્ય પાર્ટિશન હોવું જોઈએ. જેમાં કેદીઓ માટે જુદા વિભાગ હોય. હાઈકોર્ટે સરકારને ખુંખાર કેદીઓ માટે પણ સૂચનો આપ્યા હતા. એમની સાથે વધુ પોલીસ કડક હોવી જોઈએ અને રિવોલ્વર સાથે પીએસઆઈ હોવા જોઈએ અન્ય પોલીસોને રાઈફલો હોવી જોઈએ જ્યારે પોલીસો પાસે જણાવ્યું કે, કેદી હિંસક થઈ રહ્યા છે. એ વખતે એમને હાથકડ્ડી પહેરાવવી જોઈએ. આ પ્રકારના કેદીઓને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર કરવું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks